Home /News /entertainment /શ્વેતા તિવારી સાથે ભરી મહેફિલમાં આ એક્ટરે કરી ગંદી હરકત, વારંવાર હાથ હટાવવા લાગી એક્ટ્રેસ
શ્વેતા તિવારી સાથે ભરી મહેફિલમાં આ એક્ટરે કરી ગંદી હરકત, વારંવાર હાથ હટાવવા લાગી એક્ટ્રેસ
શ્વેતા તિવારી સાથે ગંદી હરકત
ટચૂકડા પડદાની સૌથી સુંદર એક્ટ્રેસીસમાંની એક શ્વેતા તિવારીની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક્ટ્રેસ સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
શ્વેતા તિવારી ઇન્ડસ્ટ્રીમાં એક એવું નામ છે જેને સૌ કોઇ જાણે છે. તેણે પોતાના કરિયરમાં એકથી એક હિટ ટીવી શૉ કર્યા છે. શ્વેતા તિવારી બિગબોસનો હિસ્સો પણ રહી ચુકી છે અને તેની વિનર પણ રહી ચુકી છે. સાથે જ એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. શ્વેતાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કસૌટી ઝિંદગી કી'થી કરી હતી. તેનાથી તે ખૂબ જ ફેમસ થઇ હતી. તેનાથી તે ખૂબ જ ફેમસ થઇ.
ટચૂકડા પડદાની સૌથી સુંદર એક્ટ્રેસીસમાંની એક શ્વેતા તિવારીની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક્ટ્રેસ સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. શ્વેતા તિવારીની સુંદરતાના લાખો લોકો ફેન છે અને દરેક તેની સુંદરતાના વખાણ કરે છે, પરંતુ હાલમાં જ જ્યારે તે સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી ત્યારે જાણીતા એક્ટર સૌરભ રાજ જૈને તેની સાથે ગંદી હરકત કરી હતી. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે સૌરભે ડાન્સના બહાને શ્વેતા તિવારીની કમર પર હાથ મૂકીને કંઈક એવું કર્યું, જેના કારણે શ્વેતા તિવારી ખૂબ ગુસ્સે થઈ ગઈ.
એક પ્રમોશન દરમિયાન સૌરભે પણ તેની સાથે ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું અને ડાન્સ કરતી વખતે જ્યારે સૌરભે એવી હરકતો કરવાનું શરૂ કર્યું જે શ્વેતા તિવારીને બિલકુલ પસંદ ન આવી.
અમે તમને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો અને તસવીરો પરથી જણાવીએ છીએ કે કેવી રીતે સૌરભ રાજ જૈને શ્વેતા તિવારી સાથે સ્ટેજ પર કંઈક એવી હરકત કરવાનું શરૂ કર્યું, જેના કારણે શ્વેતા તિવારી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેનો હાથ હટાવતી જોવા મળી.
જણાવી દઇએ કે શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે હંમેશા જ પોતાની તસવીરો શેર કરતી રહે છે. જેને જોઇને ફેન્સ તેના દિવાના થઇ જાય છે. તેણે એક એવી તસવીર શેર કરી જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. અને તેણે ખૂબ જ એટ્રેક્ટિવ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે એકદમ હૉટ લાગી રહી હતી. જેવી તેણે આ તસવીર શેર કરી લોકો તેના પર ધડાધડ કોમેન્ટ્સ કરવા લાગ્યા.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર