અમારા વચ્ચે કોઇ જ ફિઝિકલ સંબંધ નહતા : કરન ઓબેરોય

News18 Gujarati
Updated: May 11, 2019, 10:09 AM IST
અમારા વચ્ચે કોઇ જ ફિઝિકલ સંબંધ નહતા : કરન ઓબેરોય
સમાચાર મુજબ, શુક્રવારે કરન ઓબેરોયનાં વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમજ કરન ઉપર લાગેલા આરોપો છતાં તેની ફેમિલી અને મિત્રો તેનાં સમર્થનમાં છે.

સમાચાર મુજબ, શુક્રવારે કરન ઓબેરોયનાં વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમજ કરન ઉપર લાગેલા આરોપો છતાં તેની ફેમિલી અને મિત્રો તેનાં સમર્થનમાં છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ટીવીનાં પોપ્યુલર શો 'જસ્સી જૈસી કૌઇ નહીં'થી દર્શકોનાં દિલમાં જગ્યા બનાવનારા કરન ઓબેરોય પર રેપનો આરોપ છે. હાલમાં તે પોલીસની અટકાયતમાં છે. એક મહિલાએ કરન પર લગ્નની લાલાચ આપીને રેપ કર્યાનો આરોપ લગાવ્યો છે જે બાદ તેણે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં જેલ મોકલવામાં આવ્યા હતાં. હાલમાં તેની ફેમિલીને આશા છે કે તેને જલદી જ આ આરોપોમાંથી છૂટ થઇ જશે.

ખબરો મુજબ શુક્રવારે કરનનાં વકિલે કોર્ટમાં અરજી દાખલ કરી છે. તે કરન ઉપર લાગેલા આરોપો બાદ તેની સાથે તેની ફેમિલી પણ તમામ મિત્રો તેનું સતત સમર્થન કરી રહ્યાં છે. તમામનું કહેવું છે કે, કરન પર ખોટા આરોપો લગાવવામાં
આવ્યા છે.

આ પણ વાંચો-આ અભિનેતાની 2 વર્ષની દીકરીનું મોત, ગળી ગઈ રમકડું

પોતાનો પક્ષ રાખતા કરને કહ્યું કે, 'શરૂઆતમાં મે તેની સાથે ફ્લર્ટ કર્યુ હતું. પણ હવે હું સિંગલ છું. તે મહિલાએ મને જણાવ્યું કે પિતા તેની સાથે મારઝૂડ કરે છે. અમારી વચ્ચે કોઇ જ સંબંધ ન હતો. ન અમારી વચ્ચે ક્યારેય સેક્સ થયુ છે. મે
તેને દરેક જગ્યાએ બ્લોક કરી દીધી છે તેણે મને કહ્યું હતું કે, તે મારુ ઘર સંભાળવા ઇચ્છે છે અને આ મારી સૌથી મોટી ભૂલ છે.'

મુંબઇમાં મારા બે ઘર છે. અને તેમાંથી એક પણ ગીરવે નથી. મે મારા ઘરનો સામાન ખરીદવા માટે તેને પૈસા પણ આપ્યા હતાં. ઉધાર આપવાનો તેનો દાવો પણ ખોટો છે. બાદમાં મે ગાર્ડને પણ કહ્યું હતું કે, આ મહિલા મારા ઘર પર ન
આવવી જોઇએ. તે બાદ તેણે તેનાં કાંડાની નસ કાપીને મને ધમકી આપી હતી. મે ક્યારેય કોઇ મહિલાનું અપમાન નથી કર્યું. પણ આ સામાન્ય નથી. અહીં તો હું પીડિત છું. હું આ મહિલાની સાથે કોઇ જ પ્રકારનાં રિલેશનશિપમાં નથી. તો
બીજી તરફ મહિલાનું કહેવું છે કે કરને રેપનો વીડિયો બનાવી લીધો હતો અને તેનાં બદલામાં તે તેની પાસેથી પૈસા લેતો હતો.

આ પણ વાંચો- ઐશ્વર્યાની હમશકલ છે આ મોડલ, ફોટોઝમાં ઓળખવી થશે મુશ્કેલ
First published: May 11, 2019, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading