Home /News /entertainment /

બળાત્કારનાં કેસમાં TV એક્ટરની ધરપકડ, વીડિયો બનાવીને કરતો હતો બ્લેકમેલ

બળાત્કારનાં કેસમાં TV એક્ટરની ધરપકડ, વીડિયો બનાવીને કરતો હતો બ્લેકમેલ

મહિલાએ આરોપ લગાવ્યો છે કે, કરણ રેપનો વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરતો અને પૈસા માંગતો હતો

મહિલાએ આરોપ લગાવ્યો છે કે, કરણ રેપનો વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરતો અને પૈસા માંગતો હતો

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: મુંબઇનાં ઓશિવારા વિસ્તારમાં ટીવી એક્ટર કરન સિંહ ઓબેરોય વિરુદ્ધ એક મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ કરનની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા જ્યોતિષી છે. મહિલાનો આરોપ છે કે કરણે કથિત રૂપથી રેપનો વીડિયો બનાવ્યો છે અને તેને બ્લેકમેલ કરે છે. તેની પાસે પૈસા માંગે છે. પોલીસે આરોપી એક્ટર વિરુદ્ધ રેપ અને એક્સટોર્શનનો મામલો દાખલ કરીને તેનાં વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે.

    FIR મુજબ, ઓક્ટોબર 2016માં એક ડેટિંગ એપ્લિકેશન દ્વારા બંનેની મુલાકાત થઇ હતી. જે બાદ તેઓ સારા મિત્રો બન્યા. પીડિતાએ જણાવ્યું કે, એક દિવસ આરોપીએ તેનાં ફ્લેટ પર તેને મળવા બોલાવી હતી. જ્યાં લાગ્નનો વાયદો કર્યો.

    જે બાદ આરોપીએ પીડિતાને નારિયલ પાણી પીવડાવ્યું. અને તે બાદ તેને ચક્કર આવવા લાગ્યાં. પીડિતાનો દાવો છે કે, આરોપીએ તેનો રેપ કર્યો અને મોબાઇલ પર તેનો વીડિયો પણ બનાવી લીધો છે.

    આ પણ વાંચો- જાણો કોણ છે 'Sacred Games 2'ની સ્ટાર કાસ્ટ, જોવા મળ્યા ઘણાં નવાં પાત્ર
    FIRમાં પીડિતા કહે છે કે, 'આ વીડિયો દ્વારા કરન તેને બ્લેકમેલ કરતો હતો અને પૈસા લેતો હતો. તેમ છતા હું તેને લગ્ન અંગે પુછતી પણ તે દર વખતે આ વાત નજર અંદાજ કરી દેતો અને વધુ પૈસા માંગતો. થોડા દિવસ પહેલાં જ્યારે મે  તેને લગ્ન અંગે ભાર દઇને પુછ્યુ તો તેણે મને ધમકી આપી કે તારાથી થાય તે કરી લે.' તે બાદ પીડિત મહિલાએ એક્ટર વિરુદ્ધ રેપ અને એક્સટોર્શનનો કેસ દાખલ કર્યો હતો.

    આ પણ વાંચો-પ્રેગ્નેન્સી બાદ એમીએ કરી BF સાથે સગાઇ, બેબી બંપ ફ્લોન્ટ કરતાં કર્યો ડાન્સ
    Published by:Margi Pandya
    First published:

    Tags: Arrested, Karan oberoi, Rape-case, Tv Actor, એફઆઇઆર, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन