Bigg Bossના ઘરમાં આવી પારસ સાથે પોતાના સંબંધોનો The End કરશે આકાંક્ષા

News18 Gujarati
Updated: January 22, 2020, 3:31 PM IST
Bigg Bossના ઘરમાં આવી પારસ સાથે પોતાના સંબંધોનો The End કરશે આકાંક્ષા
પારસ અને આકાંક્ષા

"મેં તે બધું જ કર્યું જે હું કરી શકતી હતી, મેં મારું બેસ્ટ કર્યું." : આકાંક્ષા

  • Share this:
બિગ બૉસ 13 (Bigg Boss 13)ના ઘરમાં સંસ્કારી પ્લેબૉય પારસ છાબડા (Paras Chhabra) હાલ પોતાના સંબંધોને લઇને વિવાદોમાં છે. વીકેન્ડના વારમાં જ્યાં શોના હોસ્ટ બૉલિવૂડ સ્ટાર સલમાન ખાને (Salman khan) પારસનો જોરદાર ક્લાસ લીધો. ત્યાં જ પારસે તે કહેતા જોવા મળ્યા કે તે આકાંક્ષા પુરી સાથે રિલેશનશિપમાં છે. પણ તે શોમાં આવવાની પહેલા પોતાની સગાઇ તોડવા માંગતા હતા. શોમાં પારસ અને માહિરાની મિત્રતાને લઇને આકાંક્ષા અનેક વાર સવાલ ઉઠાવી ચૂકી છે. વળી તેમણે એમ પણ કહ્યું છે કે આ પારસનો ગેમ પ્લાન છે. પણ નેશનલ ટીવી પર પારસનો આ વર્તાવ આકાંક્ષાને બિલકુલ પસંદ નથી આવ્યો. અને હવે ચર્ચાએ આ ચાલી રહી છે કે તે બિગ બોસના ઘરમાં જઇને પોતાના સંબંધોને તોડી નાંખશે.




પારસ છાબડાની રિયલ ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી સંસ્કારી પ્લેબોય શબ્દથી ખૂબ જ ગુસ્સે પણ ભરાઇ હતી. ખબરોની માનીએ તો આકાંક્ષા પુરી જલ્દી જ એક ટાસ્ક દરમિયાન બિગ બૉસના ઘરમાં આવશે. અને બધાની સામે પોતાના સંબંધોને આગળ વધારવા કે નહીં તેનો નિર્ણય લેશે. જો કે આકાંક્ષાની રિયાલિટી શોમાં આવવાની કોઇ ઓફિશિયલ જાણકારી સામે નથી આવી. પણ પારસની વાતો સાંભળીને લાગે છે કે તે પોતાના સંબંધોને તોડવા માંગે છે. આકાંક્ષાએ તેના હાલમાં જ લખેલી એક ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે મેં તે બધું જ કર્યું જે હું કરી શકતી હતી, મેં મારું બેસ્ટ કર્યું.



તમને જણાવી દઇએ કે વીકેંડના વારમાં (Weekand Ka vaar) પર પારસની વાતોને લઇને સલમાન ખાન ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. બિગ બૉસ છેલ્લા મહિનામાં જ શોમાં મોટો ટ્વિસ્ટ લાવવાની વાત કરી હતી. ઘરના કંટેસ્ટેંટને છેલ્લી મોટી ટક્કર આપવા માટે બિગ બૉસમાં એક બે નહીં કુલ 5 લોકોની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ શકે છે. આ નિર્ણયથી મેકર્સ શોના છેલ્લા દિવસને રોમાંચથી ભરવા માંગે છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर