8 વર્ષ પહેલા વિનર થયો હતો આ બાળક, Indian Idolમાં જણાવ્યું દુ:ખ

News18 Gujarati
Updated: October 14, 2019, 3:33 PM IST
8 વર્ષ પહેલા વિનર થયો હતો આ બાળક, Indian Idolમાં જણાવ્યું દુ:ખ
અજમત હુસૈન

  • Share this:
ટીવી શો સારેગામાપા લિટિલ ચેમ્પમાં 8 વર્ષ પહેલા પોતાની અવાજથી ધૂમ મચાવનાર અજમત હુસૈનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ઇંન્ડિયન આઇડલના મંચમાં તે ઓડિશન આપવા પહોંચ્યો છે. જે દરમિયાન તેણે અનેક મોટા ખુલાસા કર્યા. જેને જાણીને હાજર તમામ ભાવુક થઇ ગયા. અજમત હુસૈને કહ્યું કે 8 વર્ષ પહેલા તે સારેગામાપા લિટલ ચેમ્પનો વિજેતા થયો હતો. અને પોતાના સૂરીલા અવાજથી તેણે બધાને મોહિત કર્યા હતા. પણ હવે તેમની સાથે કંઇક તેવું થયું કે તેનું જીવન વિખરાઇ ગયું.

સારેગામપા લિટલ ચેમ્પ્સના વિજેતાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. જેણે તેને ઇન્ડિયન આઇડલના મંચ પર કહ્યા. જ્યારે અજમત ઇન્ડિંયન આઇડલના મંચ પર ઓડિશન આપવા પહોંચ્યા ત્યારે શોના જજ નેહા કક્કડે તેને તરત જ ઓળખી લીધો. જ્યારે અજમતને પોતાની સફર વિષે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે ખોટી સંગતમાં પડી ગયો હતો. જેના કારણે તેનું જીવન બરબાદ થઇ ગયું છે.

તેમણે કહ્યું કે નાની ઉંમરે જ તેમને નશાની લત લાગી ગઇ હતી. શો જીત્યા પછી અજમતને પોતાની અવાજથી નફરત થઇ ગઇ હતી. જેના કારણે તેમણે ગાવાનું છોડી દીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ અજમત કહ્યું કે લોકોએ મને ખૂબ યુઝ કર્યો. મારા બધા પૈસા ખર્ચ થઇ ગયા. આજે મારી આર્થિક સ્થિતિ બગડી ગઇ છે. અને તેણે એમ પણ કહ્યું કે જીવનને ફરી જીવવા માટે મેં સલમાન ખાનથી પ્રેરણા લીધી છે. અને ફરી એક વાર સિંગિંગ દુનિયામાં પગ મૂકવાનો નિર્ણય કર્યો છે.
First published: October 14, 2019
વધુ વાંચો
अगली ख़बर