Home /News /entertainment /તુનિષાનો મોબાઈલ ફોન અનલોક થયો, હવે ચેટ અને કોલ દ્વારા ખુલશે શીજાનના અનેક રહસ્યો!
તુનિષાનો મોબાઈલ ફોન અનલોક થયો, હવે ચેટ અને કોલ દ્વારા ખુલશે શીજાનના અનેક રહસ્યો!
તુનિષાનો મોબાઈલ અનલોક થતા અનેક ગુત્થી નીકળવાના અહેવાલો
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાના દિવસે શીજાન ખાન અને તુનીષા શર્માએ શૂટિંગના દિવસે લંચ બ્રેક દરમિયાન વાત કરી હતી. તુનિષા સાથે 15 મિનિટ વાત કર્યા બાદ ખાન તેના શૂટિંગ માટે રવાના થઈ ગયો હતો. થોડા સમય બાદ તુનીશા ટોયલેટમાં મૃત હાલતમાં મળી આવી હતી.
મુંબઈ : અભિનેત્રી તુનીષા શર્માના મૃત્યુના કેસમાં પોલીસે ગુરુવારે આરોપી શીઝાન ખાનની કથિત 'સિક્રેટ ગર્લફ્રેન્ડ'ની લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું. જોકે, પોલીસ આ 'સિક્રેટ ગર્લફ્રેન્ડ'નું નામ જાહેર કરવામાં સંકોચ અનુભવી રહી છે, પરંતુ સૂત્રોનું માનીએ તો તે તુનીશા અને શીજાનની કોમન ફ્રેન્ડ પણ છે.
આ સાથે તુનીશાનો મોબાઈલ ફોન પણ અનલોક થઈ ગયો છે અને મોબાઈલ કંપનીએ આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપી દીધો છે. મળતી માહિતી મુજબ, તુનીષાના મોબાઈલ ફોન પરથી પોલીસને તેની બહેન અને માતા સાથે કરવામાં આવેલા ચેટ અને કોલ મળ્યા છે. તેના આધારે પોલીસ શુક્રવારે શીજાનના પરિવારની પૂછપરછ કરી શકે છે.
અભિનેત્રી તુનીષા શર્મા (21)એ ગયા શનિવારે પાલઘરના વસઈમાં ટીવી સિરિયલ 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં, તેના કો-સ્ટાર શીઝાન ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી છે અને તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ખાનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.
તુનીષાની માતાએ શીઝાન પર તેની પુત્રીને છેતરવાનો આરોપ લગાવ્યો હતો
તુનીષાની માતાએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે શીઝાન ખાને તેની પુત્રીને છેતરીને ત્રણથી ચાર મહિના સુધી તેનો 'ઉપયોગ' કર્યો હતો. પોલીસે ગુરુવારે આરોપી શીઝાન ખાનની પણ પૂછપરછ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ટીવી સિરિયલના સેટ પર શું થયું હતું જ્યાં અભિનેત્રીએ કથિત રીતે આત્મહત્યા કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર