Home /News /entertainment /શૉકિંગ! 20 વર્ષની ઉંમરમાં પ્રેગનેન્ટ થઇ ગઇ હતી તુનિષા શર્મા, શીજાને લગ્ન કરવાનો કરી દીધો ઇનકાર!

શૉકિંગ! 20 વર્ષની ઉંમરમાં પ્રેગનેન્ટ થઇ ગઇ હતી તુનિષા શર્મા, શીજાને લગ્ન કરવાનો કરી દીધો ઇનકાર!

Photo : @sheezan9 Instagram

રિપોર્ટ્સ અનુસાર, 20 વર્ષની તુનિષા શર્મા તેના કો-એક્ટર શીજાન ખાન સાથે રિલેશનશિપમાં હતી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પ્રેગનેન્ટ થઈ ગઈ છે.

Tunisha Sharma Death: 20 વર્ષની ટેલેન્ટેડ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ (Tunisha Sharma) 24 ડિસેમ્બર 2022ના રોજ 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલે તેના એક્સ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીજાન મોહમ્મદ ખાન(Sheezan Mohammad Khan)ની આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસમાં એક નવી અપડેટ સામે આવી છે.

આ પણ વાંચો :  તુનિષા આત્મહત્યા કેસમાં જબરદસ્ત ટ્વિસ્ટ, એક્ટ્રેસની માતાએ શીજાન પર લગાવ્યા સનસનીખેજ આરોપ

પ્રેગનેન્ટ હતી તુનિષા શર્મા


એક ઇન્ટરવ્યુમાં 'મેડમ સર' ફેમ એક્ટ્રેસ પ્રીતિ તનેજાએ દાવો કર્યો છે કે, તુનિષા અને શીજાન એકબીજાના ઘણા ક્લોઝ હતા. તુનિષા શીજાન સાથે લગ્ન કરવા માગતી હતી. પરંતુ શીજાન વારંવાર લગ્ન કરવાથી ઇનકાર કરી રહ્યો હતો.

શીજાન સાથે રિલેશનશિપમાં હતી તુનિષા


ટીવી શૉ 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'માં સાથે કામ કરતા તુનિષા અને શીજાન એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને રિલેશનશિપમાં પણ હતા. જો કે રિપોર્ટ્સ અનુસાર, થોડા સમય પહેલા જ શીજાને તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધું હતું. બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. 24 ડિસેમ્બર 2022ના રોજ સુસાઇડ કરતા પહેલા તે શીજાનના મેકઅપ રૂમમાં પણ ગઇ હતી. તે બાદ તેણે મોતને વ્હાલુ કરી લીધુ હતું.

આ પણ વાંચો :  Video: મોતને વ્હાલું કરતા પહેલા સેટ પર આવી હાલતમાં હતી તુનિષા શર્મા , છેલ્લો વીડિયો વાયરલ

શીજાનની ધરપકડ


તુનીષાના માતા-પિતાએ શીજાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક્ટર પર તુનીષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.



તેમજ ગત રાત્રે તુનીશાનું પોસ્ટમોર્ટમ પણ જેજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે રિપોર્ટમાંથી ઘણા રહસ્યો સામે આવી શકે છે.
First published:

Tags: Bollywood Latest News, Committed suicide, Pregnancy, Tv actress