Home /News /entertainment /તુનીષાને હોસ્પિટલમાં લાવતા તેના શરીર પર શું નિશાન હતા? હોસ્પિટલના સ્ટાફે કહી બધી વાત
તુનીષાને હોસ્પિટલમાં લાવતા તેના શરીર પર શું નિશાન હતા? હોસ્પિટલના સ્ટાફે કહી બધી વાત
હોસ્પિટલના માલિક ડૉ. સુરેન્દ્ર પાલે જણાવ્યું કે 24 ડિસેમ્બરે સાંજે 4.15 વાગ્યે તુનિષાને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
તુનિષા શર્માની અંતિમ ક્ષણો દર્શાવતો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં તેનો પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાન તેને અન્ય બે લોકો સાથે હોસ્પિટલ લઈ જતો જોવા મળે છે. આ F&B હોસ્પિટલના માલિક ડૉ. સુરેન્દ્ર પલસેએ તુનિષા શર્માના મૃત્યુને લઈને ઘણી નવી માહિતી જાહેર કરી છે.
મુંબઈ : ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મંગળવારે મુંબઈના મીરા રોડ પર સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 21 વર્ષની આ ટીવી એક્ટ્રેસના મોતથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ દરમિયાન, તુનીશાની અંતિમ ક્ષણો દર્શાવતો સીસીટીવી ફૂટેજ પણ સામે આવી છે. આ વીડિયો તુનિષાની આત્મહત્યા પછીનો છે, જેમાં તેનો એક્સ બોયફ્રેન્ડ અને ટીવી સીરિયલ અલી 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'નો કો-સ્ટાર શીઝાન ખાન અન્ય બે લોકો સાથે તુનિષાને હોસ્પિટલ લઈ જતા જોવા મળે છે.
દરમિયાન ન્યૂઝ18એ એફએન્ડબી હોસ્પિટલના માલિક ડૉ. સુરેન્દ્ર પાલ સાથે વાત કરી જ્યાં તુનિષાને છેલ્લી વખત લાવવામાં આવી હતી. ડૉ. પાલને જણાવ્યું કે 24 ડિસેમ્બરે લગભગ 4.15 વાગ્યે તુનિષાને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
તેણે કહ્યું, 'જ્યારે અમે તુનીશાની તપાસ કરી તો અમને ખબર પડી કે તેના શ્વાસ પહેલાથી જ બંધ થઈ ગયા છે. અમે તેનું ECG પણ કરાવ્યું, પરંતુ તેને હોસ્પિટલમાં લાવવામાં આવે તેની 40 મિનિટ પહેલા તેનું મોત થઈ ગયું હતું.' ડૉ. પાલ કહે છે કે આ પછી હોસ્પિટલના લોકોએ પોલીસને જાણ કરી, જેણે આવીને લાશને કબજે કરી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર