Home /News /entertainment /'તુનિષા હોત તો...' જેલમાંથી બહાર આવતાં જ બદલાયા શીજાન ખાનના સૂર, દિવંગત એક્ટ્રેસ માટે કહી દીધું આવું
'તુનિષા હોત તો...' જેલમાંથી બહાર આવતાં જ બદલાયા શીજાન ખાનના સૂર, દિવંગત એક્ટ્રેસ માટે કહી દીધું આવું
તુનિષા શર્મા સુસાઈડ કેસમાં શીજાનની ધરપકડ કરવામાં આવી હતી.
તુનિષા શર્મા સુસાઇડ કેસમાં (Tunisha Sharma Suicide Case) 2 મહિના પછી શીઝાન ખાનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ શીઝાને એક ઈન્ટરવ્યુ આપ્યો છે અને તેણે ખુલાસો કર્યો છે કે તે તેની 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ' કો-સ્ટારને ખૂબ જ મિસ કરી રહ્યો છે.
મુંબઇ :'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'નો લીડ એક્ટર શીઝાન ખાન (Sheezan Khan) જેલમાંથી બહાર આવ્યો છે. જણાવી દઈએ કે ગત ડિસેમ્બરમાં આ શોની લીડ એક્ટ્રેસ તુનિષા શર્મા સુસાઈડ કેસમાં (Tunisha Sharma Suicide Case) શીજાનની ધરપકડ કરવામાં આવી હતી. પછી લગભગ 2 મહિના પછી જેલમાંથી બહાર આવ્યો છે.
અનેક જામીન અરજીઓ નામંજૂર થયા બાદ હવે તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હવે જેલમાંથી આવ્યા બાદ એક્ટરે એક ઈન્ટરવ્યુ આપ્યો અને કહ્યું કે તે તુનીષાને ખૂબ મિસ કરી રહ્યો છે.
બોમ્બે ટાઈમ્સ સાથેના ઇન્ટરવ્યુમાં શીજાને કહ્યું, “આજે, હું સ્વતંત્રતાનો સાચો અર્થ સમજી રહ્યો છું અને તેને મહેસૂસ કરી શકું છું. જ્યારે મેં મારી માતા અને બહેનોને જોયા ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું તેમની પાસે પાછો આવીને ખૂબ જ ખુશ છું."
શીજાને જણાવ્યા અનુભવ
શીજાને કહ્યું, “આખરે, હું મારા પરિવાર સાથે છું! તે એક જબરજસ્ત અહેસાસ છે. હું ઇચ્છુ છુ કે થોડા દિવસો માટે મારી માતાના ખોળામાં સૂઇ જાઉં, તેમના હાથે બનાવેલું ભોજન ખાવું અને મારે મારી બહેનો અને ભાઈઓ સાથે સમય પસાર કરવો છે. તેના અલી બાબા: દાસ્તાન-એ-કાબુલની કો-એક્ટ્રેસ તુનીષાએ શોના સેટ પર આત્મહત્યા કરી તેના એક દિવસ પછી 25 ડિસેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી.
બંને રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે અને એક્ટ્રેસના મૃત્યુના 15 દિવસ પહેલા જ તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. જ્યારે તુનિષા વિશે પૂછવામાં આવ્યું ત્યારે શીજાને કહ્યું, "મને તેની યાગ આવે છે અને જો તે જીવતી હોત તો તે મારા માટે લડત."
પરિવારને મળીને ખૂબ જ ખુશ છે શીજાન
તેની બહેન, એક્ટ્રેસ ફલક નાઝે કહ્યું, અમે ખુશ છીએ કે તે પાછો આવી ગયો છે. અમને થોડા સમયની જરૂર છે. શીજાન આખરે બહાર આવી ગયો છે અને અમે તે તમામના આભારી છીએ જે અમારી સાથે ઉભા છે. શીજાનના વકીલ, શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું, બે મહિનાથી વધુ સમય બાદ પરિવારને એક સાથે જોઇને સારુ લાગ્યું. શીજાન વિરુદ્ધ એફઆઇઆર રદ કરવા અંગે અમારા કેસની 9 માર્ચે હાઇકોર્ટમાં સુનાવણી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર