Home /News /entertainment /Video : તુનિષાની છેલ્લી ઘડીનો આ વીડિયો જોઇને હચમચી જશો, શીજાન પણ હતો સાથે

Video : તુનિષાની છેલ્લી ઘડીનો આ વીડિયો જોઇને હચમચી જશો, શીજાન પણ હતો સાથે

તુનિષાની છેલ્લી ઘડીઓનો એક વીડિયો સામે આવ્યો

Tunisha Sharma Last Video : ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માની (Tunisha sharma) અંતિમ ક્ષણોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શીજાન ખાન (Sheezan Khan) તેને હોસ્પિટલ લઇ જતો જોવા મળી રહ્યો છે.

ટચૂકડા પડદાની ફેમસ એક્ટ્રેસ તુનિષા શર્મા (Tunisha Sharma) હવે આ દુનિયામાં નથી. તેણે શનિવારની બપોરે આશરે સાડા ત્રણ વાગે એક શોના શૂટિંગ દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે જ તેણે પોતાના એક્સ બોયફ્રેન્ડ શીજાન મોહમ્મદ ખાન (Sheezan Mohammed Khan)ના મેકઅપ રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. તેવામાં હવે તેના અંતિમ સંસ્કાર બાદ તુનિષાની છેલ્લી ઘડીઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં શીજાન પણ જોવા મળી રહ્યો છે.

હકીકતમાં, હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઇ શકાય છે કે તુનિષાને ગાડીમાં હોસ્પિટલ લઇ જવામાં આવી છે અને એક શખ્સ તેને ઉપાડીને હોસ્પિટલની અંદર લઇ જઇ રહ્યો છે. તેવામાં પાછળથી શીજાન પણ આવતો જોવા મળી રહ્યો છે અને તે પણ ઘણો ગભરાયેલો હોય તેવુ લાગી રહ્યું છે.



આ પણ વાંચો :  Tunisha Sharma Suicide Case: શીજાન ખાન અને તુનિષા શર્મા વચ્ચે છેલ્લી મિનિટોમાં શું થયું હતું? પોલીસે રિક્રિએટ કર્યો ક્રાઇમ સીન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુનિષાએ શીજાનના મેકઅપ રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શીજાન તે સમયે પોતાના શોટ માટે મેકઅપ રૂમમાંથી બહાર ગયો હતો.

જ્યારે તે પરત આવ્યો તો ઘણીવાર બૂમ પાડ્યા પછી પણ દરવાજો ન ખુલ્યો તો શીજાને દરવાજો તોડી નાંખ્યો અને તે બાદ લોકો સામે જે નજારો જોયો તે હચમચાવી નાંખનારો હતો.

આ પણ વાંચો : તુનિષા બાદ આ સોશિયલ મીડિયા સ્ટારે કરી લીધું સુસાઇડ, ઘરમાં જ ફાંસી પર લટકેલો મળ્યો મૃતદેહ

તુનિષાના પરિવારે શીજાન વિરુદ્ધ FIR નોંધાવી છે. તુનિષા શર્માની વનિતા શર્માએ શીજાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે શીજાન પર તુનિષા સાથે રિલેશનમાં હોવા છતાં બીજી યુવતીઓ સાથે સંબંધ રાખવા અને તેમની દીકરીને યુઝ કરવાનો આરોપ લગાવ્યો છે.



જે બાદ પોલીસ શીજાનની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી રહી છે. શીજાન ખાનની બહેન ફલક અને શફફ નાઝે વાલિવ પોલીસ સ્ટેશન પહોંચીને નિવેદન નોધાવ્યા છે.
First published:

Tags: Committed suicide, Latest suicide news, Tv Actor, Tv actress