Home /News /entertainment /આત્મહત્યા કરતા પહેલા તુનિષાએ આ વ્યક્તિને મોકલી હતી છેલ્લી વોઇસ નોટ, ચેટમાં થયો મોટો ખુલાસો

આત્મહત્યા કરતા પહેલા તુનિષાએ આ વ્યક્તિને મોકલી હતી છેલ્લી વોઇસ નોટ, ચેટમાં થયો મોટો ખુલાસો

વનીતા શર્માએ તુનિષા સાથે થયેલી પોતાની ચેટનો એક સ્ક્રીનશોટ બતાવ્યો

દિવંગત ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માની (Tunisha Sharma) માતા વનીતા શર્માએ ફરી એકવાર શીજાન ખાન (Sheezan Khan) અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન તેમણે તુનિષા શર્માનો એક ઓડિયો પણ સંભળાવ્યો છે.

  ટીવી એક્ટ્રેસ તનિષા શર્માના (Tunisha Sharma) કેસમાં આરોપોનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે. શીજાન ખાનના (Sheezan Khan) પરિવાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ ફરી એકવાર તુનિષાની માતા વનીતા શર્માએ તેના પર ગંભીર આરોપો લગાવ્યા છે.

  આ ઉપરાંત આ દરમિયાન તેમણે તુનિષાનો એક ઓડિયો પણ સંભળાવ્યો જેમાં એક્ટ્રેસને પોતાની માતા પ્રત્યે કેટલો પ્રેમ છે તે સાંભળી શકાય છે. આ સાથે જ વનીતા શર્માએ તુનિષા સાથે થયેલી પોતાની ચેટનો એક સ્ક્રીનશોટ પણ બતાવ્યો.

  આ પણ વાંચો :  PHOTOS : અપ્સરા જેવી સુંદર છે વિરાટ કોહલીની ભાભી, ગ્લેમરમાં અનુષ્કાને પણ આપે છે ટક્કર

  વનિતા શર્માએ શું કહ્યું?


  આ મામલે એક ઇન્ટરવ્યુ દરમિયાન વનિતા શર્મા કહે છે, 'હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરતી હતી પરંતુ શીજાન ખાનના પરિવારનું કહેવું છે કે હું તેને કંટ્રોલ કરતી હતી. આ સાચું નથી, ઊલટું, તે લોકો તેને તે બધું કરવા માટે મજબૂર કરતા હતા જે મને ગમતું ન હતું. આ પછી વનિતા શર્માએ તુનિષાનો એક ઓડિયો સંભળાવ્યો જેમાં તે કહે છે, 'મમ્મા, હું તને કેટલો પ્રેમ કરું છું તે હું જણાવી શકતી નથી. તમે મારા માટે જે પણ કરો છો, હું તમને કહી શકતી નથી, હું તમને ખૂબ પ્રેમ કરું છું જાનૂ. હું જલ્દી ઘરે આવીશ, પછી તમારી સાથે સૂઈશ.  વનિતા શર્માએ કહ્યું, 'આ મેસેજ 21 ડિસેમ્બર 2022ના છે એટલે કે તુનિષાના મૃત્યુના 3 દિવસ પહેલાના છે. મેં પહેલીવાર મારા ખોળામાં તુનિષાના પેટ ડોગ નોડીને તેડીને તેની સાથેના મારા ફોટા શેર કર્યા, પછી તે ખૂબ જ ખુશ થઈ ગઈ.'

  આ પણ વાંચો :  શાહરૂખ ખાનની દરિયાદિલી, દિલ્હીની હચમચાવી નાંખનારી ઘટનામાં જીવ ગુમાવનાર અંજિલીના પરિવાર માટે કર્યુ ગજબ કામ

  શીજાન ખાનના ફેમીલીની વાત કરીએ તો વનિતા શર્માએ ફરી એકવાર તેના પર મોટા આરોપો લગાવ્યા છે. તે કહે છે, 'શીઝાન ખાન અને તેનો પરિવાર નિર્દોષ નથી. થોડા સમયથી તુનીશાએ ઉર્દૂ શીખવાનું અને બોલવાનું શરૂ કર્યું હતું. તે હિજાબ ઘરે લાવી હતી. જ્યારે મેં તેને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે મને હિજાબ પહેરવો ગમે છે. એટલું જ નહીં, તેણે મારી પાસેથી ત્રણ મહિનામાં ત્રણ લાખ રૂપિયા લીધા હતા. મને ખબર નથી કે તેણે આ પૈસાનું શું કર્યું. લદ્દાખના પ્રવાસેથી આવ્યા બાદ તેણે મને કહ્યું કે શીજાને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તે સમયે મેં તેને કહ્યું હતું કે શો પર ધ્યાન આપ.

  તેણે કહ્યું, 'તુનીષા શીજાનને ડ્રગ્સ માટે પૈસા આપતી હતી. તેના પરિવારના સભ્યોના બર્થ ડે સેલિબ્રેટ કરતી હતી. તેને મારી કારમાંથી પીક અને ડ્રોપ કરતી હતો. તેણે શીજાન અને તેના પરિવાર માટે તેના ફ્રેન્ડ્સ પાસેથી પૈસા ઉધારના લેવાનું પણ શરૂ કર્યું હતું. મારી દીકરી છેલ્લા 2 મહિનાથી ઘણી બદલાઈ ગઈ હતી. તે લોકોએ તેને ઘરમાં રહેવા દીધી ન હતી. શીજાનની માતા અને બહેનો શૂટ પછી તેને ફોન કરતી કે આવી જા તારા માટે બિરયાની બનાવી છે. મને જે ગમતું ન હતું તે તેની પાસે કરાવવામાં આવતું હતું. મને પેટ પસંદ ન હતાં, તે કૂતરાને ઘરે લઈ આવી હતી. શીજાન ખાને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ બ્રેકઅપ બાદ શીજાનની ગર્લફ્રેન્ડની ચેટ વાંચીને તે પરેશાન થઈ ગઇ હતી.  જણાવી દઇએ કે તુનિષા શર્મા 24 ડિસેમ્બરે તેના શૂટિંગ સેટ પર મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેત્રી તેના કો-એક્ટર અને બોયફ્રેન્ડ શિજાન ખાનના મેક-અપ રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી, જે બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. તુનિષાના ગયા પછી અભિનેત્રીની માતા વનિતા શર્માએ શિજાન અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. વનિતાએ શિજાન પર તુનિષા શર્માને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે, જે બાદ શિજાન પોલીસ કસ્ટડીમાં છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Committed suicide, Tunisha Sharma, Tv Actor, Tv actress

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन