Home /News /entertainment /તુનિષા શર્મા કેસમાં કંગના રનૌત કૂદી પડી; આત્મહત્યાને ગણાવી હત્યા, પીએમ મોદીને કરી આ અપીલ

તુનિષા શર્મા કેસમાં કંગના રનૌત કૂદી પડી; આત્મહત્યાને ગણાવી હત્યા, પીએમ મોદીને કરી આ અપીલ

કંગનાએ તુનિષા શર્માની આત્મહત્યાને હત્યા ગણાવી

Tunisha Sharma Case: તુનિષા શર્મા કેસમાં હવે કંગના રનૌતે (Kangana Ranaut)પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે કોઇ મહિલા બધુ જ સહન કરી શકે છે પરંતુ પ્રેમમાં દગો નહી. આ સાથે જ તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મહિલાઓની સુરક્ષા માટે કાયદાઓ વઘુ કડક બનાવવાની અપીલ કરી છે.

વધુ જુઓ ...
બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે (Kangana Ranaut) બુધવારે ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માની આત્મહત્યા મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે કંગનાએ તુનિષા શર્માની આત્મહત્યાને હત્યા ગણાવી છે. રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસે પીએમ મોદીને 'બહુપત્નીત્વ' અને 'એસિડ એટેક' વિરુદ્ધ મહિલાઓની સુરક્ષા માટે કાયદાઓ વઘુ કડક બનાવવાની અપીલ કરી છે.

શનિવારે પાલઘરમાં સેટ પર કથિત રૂપે આત્મહત્યા કરનાર ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા (Tunisha Sharma)ના મોત પર કોમેન્ટ કરતા કંગનાએ એક પોસ્ટમાં લખ્યું છે, એક મહિલા બધુ જ કરી શકે છે, પ્રેમ, લગ્ન, સંબંધો ત્યાં સુધી કે પ્રિયજનની કમી પણ. પરંતુ તે આ તથ્યનો સામનો ક્યારેય નથી કરી શકતી કે તેની લવ સ્ટોરીમાં ક્યારેય પણ અન્ય વ્યક્તિ માટે પ્રેમ ન હતો.

આ પણ વાંચો :  Bold Look: બ્રા સાથે નિક્કી તંબોલીએ પહેર્યું એવું સ્કર્ટ, દરેક કટ પર અટકી જશે નજર

કંગના રનૌતે આગળ લખ્યું, “બીજા વ્યક્તિ માટે તેનો પ્રેમ અને નબળાઈ તેનું શોષણ કરવાનો એક સરળ રસ્તો છે. તેની વાસ્તવિકતા પહેલા જેવી નથી રહેતી, કારણ કે તે રિલેશનમાં રહીને બીજી વ્યક્તિ તેને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરતી રહે છે. જ્યારે તેને હકીકતની જાણ થાય છે, ત્યારે તેની વાસ્તવિકતા પોતે જ આકાર બદલવાનું શરૂ કરે છે કારણ કે વસ્તુઓ તેની સામે ખૂબ જ આઘાતજનક રીતે રજૂ થાય છે."

કંગના રનૌતે આગળ લખ્યું, “તે દરેક કોન્સેપ્ટને પ્રેમ અને સુંદરતા સાથે જોડે છે. તેના મગજમાં બધું ફરી દોડવા લાગે છે. તેણી તેની ધારણાઓ પર વિશ્વાસ કરી શકતી નથી અને આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ જીવે છે કે મૃત્યુ પામે છે તે વચ્ચે કોઈ ફરક નથી, તેથી જ્યારે તેણી પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે, ત્યારે તે તેના માટે એકમાત્ર જવાબદાર નથી, આ હત્યા છે.

આ પણ વાંચો :  Vaani Kapoor: 2022નો સૌથી બોલ્ડ Video તમે જોયો કે નહીં! આ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો

બ્રેકઅપ એ ગુનાહિત બાબત હોવી જોઈએઃ કંગના


કંગના રનૌતે લખ્યું, “એકથી વધુ મહિલાઓ સાથે તેમની સંમતિ અથવા જાણ વિના બહુપત્નીત્વમાં સામેલ થવું એ ગુનાહિત અપરાધ હોવો જોઈએ. મહિલાઓના શારીરિક, માનસિક અને ભાવનાત્મક ભલાઇની કોઈ જવાબદારી લીધા વિના તેમનું જાતીય શોષણ કરવું અને કોઈપણ માન્ય કારણ વગર અચાનક તેમની સાથે સંબંધ તોડી નાખવો એ પણ ગુનાહિત અપરાધ ગણવો જોઈએ.”


કંગનાએ પીએમ મોદીને કરી અપીલ


કંગના રનૌતે બીજી ઇન્સ્ટા સ્ટોરીમાં આગળ લખ્યું, “આપણે આપણી દીકરીઓની સંભાળ રાખવાની જરૂર છે. મહિલાઓની સુરક્ષા અને તેમને સમૃદ્ધ બનાવવાની જવાબદારી સરકારની છે. જે ભૂમિમાં મહિલાઓ સુરક્ષિત નથી, તેનો વિનાશ નિશ્ચિત છે. હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે જેમ કૃષ્ણ દ્રૌપદી માટે ઉભા થયા, જેમ રામે સીતા માટે સ્ટેન્ડ લીધો, અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે બહુપત્નીત્વના ગુનેગારો, મહિલાઓ પર એસિડ એટેક અને મહિલાઓના ટુકડા કરનારાઓ વિરુદ્ધ એવો કાયદો હોવો જોઈએ કે તેને કોઈપણ સુનાવણી વિના મૃત્યુદંડની સજા આપવામાં આવે.
First published:

Tags: Bollywood Latest News, Kangana ranaut, Tv actress