‘તુમસે અચ્છા કૌન હૈ’ ફિલ્મથી રાતો-રાત સ્ટાર બન્યો હતો આ અભિનેતા, હવે વિદેશમાં કરી રહ્યો છે આ કામ

નકુલ કપૂર દેશથી દૂર કેનેડામાં પોતાનું જીવન પસાર કરી રહ્યો છે

Bollywood news- ‘આંખ હૈ ભરી-ભરી’, ‘તુમસે અચ્છા કૌન હૈ’ જેવા સુપરહિટ ગીતોથી લોકોના દિલો પર રાજ કરનાર નકુલ કપૂર એકસમયે પોતાના ચોકલેટી લૂકના કારણે બધાને પ્રશંસક બનાવ્યા હતા

 • Share this:
  મુંબઈ : બોલિવૂડમાં (Bollywood)ઘણા એવા સ્ટાર્સ છે જેમની કિસ્મત રાતો રાત ચમકી અને તે સ્ટાર બની ગયા હતા. તો કેટલાક એવા એક્ટર પણ રહ્યા છે જેમણે પોતાના સ્ટારડમને યથાવત્ રાખવા માટે બીજી ઘણી ફિલ્મો કરી પણ સફળતા મળી ન હતી. આવો જ એક કલાકાર છે નકુલ કપૂર (Nakul Kapoor). ફિલ્મ ‘તુમસે અચ્છા કૌન હૈ’(Tumse Achha Kaun Hai)થી રાતો રાત સફળતા મેળવનાર અભિનેતા નકુલ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી (Film Industries)એવો ગાયબ થયો કે તેના પ્રશંસકોને પણ અભિનેતા વિશે ખબર પડી ન હતી. થોડાક દિવસો પહેલા તેના મોતની ખોટી અફવાએ બધાને હેરાન કરી દીધા હતા.

  કેનેડામાં રહે છે નકુલ કપૂર

  અમે તમને જણાવી રહ્યા છીએ કે નકુલ કપૂર પૂરી રીતે સ્વસ્થ છે અને તે દેશથી દૂર કેનેડામાં પોતાનું જીવન પસાર કરી રહ્યો છે. ‘આંખ હૈ ભરી-ભરી’, ‘તુમસે અચ્છા કૌન હૈ’ જેવા સુપરહિટ ગીતોથી લોકોના દિલો પર રાજ કરનાર નકુલ કપૂર એકસમયે પોતાના ચોકલેટી લૂકના કારણે બધાને પ્રશંસક બનાવ્યા હતા. આજે નકુલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પૂરી રીતે દૂર છે. અભિનેતા હાલ ભારતમાં પણ રહેતો નથી. નકુલ કેનેડામાં લોકોને યોગા શીખવે છે. હાલ નકુલ વિદેશમાં યોગનું મહત્વ બધાને બતાવી રહ્યો છે.

  આ પણ વાંચો - Dance Deewane 3 માં ગેસ્ટ તરીકે આવવા મુમતાઝે 50 લાખ રૂપિયા માગ્યા! મેકર્સના હોશ ઉડી ગયા
  યોગ ટિચર બન્યો નકુલ કપૂર

  સૂત્રોના મતે નકુલ કપૂરનું સપનું હતું કે તે લોકોને યોગ શીખવાડે. પોતાનું આ સપનું હાલ તે પુરુ કરી રહ્યો છે. નોર્થ વાનકુંવરમાં નકુલનું ડિવાઇન લાઇટ નામથી યોગા સેન્ટર છે. નકુલની આવકનું સાધન પણ આ જ પ્રોફેશન છે. આજે ભલે આ અભિનેતાનું નામ લોકોને યાદ ના હોય પણ તેના ગીતો આજે પણ તે માસુમ ચહેરાને યાદ કરાવી દેશે. નકુલની ફિલ્મ તુમસે અચ્છા કૌન હૈ માં તેની અભિનેત્રી તરીકે આરતી છાબડીયા અને કિમ શર્મા હતી. ફિલ્મમાં નકુલનો દેશી અંદાજ પ્રશંસકોને ઘણો પસંદ આવ્યો હતો.
  ફિલ્મ ‘તુમસે અચ્છા કૌન હૈ’થી મળી સફળતા

  નકુલ કપૂરે પોતાની કારકિર્દીની શરૂઆત 1998માં ‘હો ગઇ હૈ મોહબ્બત તુમસે’ આલ્બમથી કરી હતી. 2001માં તેણે ‘આજા મેરે યાર’ ફિલ્મમાં કામ કર્યું હતું. 2002માં નકુલને ફિલ્મ ‘તુમસે અચ્છા કૌન હૈ’ મળી હતી. આ ફિલ્મથી નકુલ કપૂરે રાતો રાતો પ્રશંસકોને દિલમાં સ્થાન જમાવી લીધું હતું. આ મૂવી પછી તે સ્ટાર બની ગયો હતો. જોકે તેને પછી ઘણા વર્ષો સુધી તેના પ્રમાણે કામ મળ્યું ન હતું. તેણે પોતાની કિસ્મત ટીવીમાં અજમાવી પણ વાત બની ના હતી. આ પછી નકુલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને વિદેશમાં ચાલ્યો ગયો હતો.
  Published by:Ashish Goyal
  First published: