Home /News /entertainment /Bigg Boss OTT: આ હેન્ડસમ હંકની થઈ રહી છે એન્ટ્રી, અવાજ પર લોકો થઈ રહ્યા છે ફિદા

Bigg Boss OTT: આ હેન્ડસમ હંકની થઈ રહી છે એન્ટ્રી, અવાજ પર લોકો થઈ રહ્યા છે ફિદા

રાકેશ બાપટ જોવા મળશે બિગબોસ OTTમાં

રાકેશ બાપટ વર્ષ 2019માં રિદ્ધિ ડોગરા સાથે છૂટછેડા લીધા ત્યારે હાઈલાઈટ્સમાં આવ્યા હતા. તે સમયે દરેક વ્યક્તિ ખૂબ જ હેરાન હતી. લગ્નના 8 વર્ષ બાદ આ કપલ એકબીજાથી અલગ થઈ ગયું હતું.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ‘બિગ બોસ ઓટીટી’ (Bigg Boss OTT)માં કોણ કોણ ભાગ લેશે, તે અંગે ચેનલે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. આ શો 8 ઓગસ્ટ રવિવારના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. આ શોમાં કોણ કોણ ભાગ લેશે તે જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. સિંગર નેહા ભસીન (Neha Bhasin) અને ભોજપુરી અભિનેત્રી તથા સિંગર અક્ષરા સિંહ (Akshara Singh) સિવાય આ શોમાં કોણ કોણ ભાગ લેશે તે અંગે ફાઈનલ કન્ટેસ્ટેન્ટ્સના નામ સામે આવ્યા નથી. એક નવો પ્રોમો સામે આવ્યો છે અને ફેન્સની ઉત્સુકતામાં વધારો થયો છે. આ વિડીયોમાં કન્ટેસ્ટેન્ટ્સના નામની જાણકારી આપવામાં આવી નથી અને ચહેરો પણ બતાવવામાં આવ્યો નથી.

    આ પણ વાંચો- Raj Kundra Case: શર્લિન ચોપરાની થઇ પૂછપરછ, બોલી- 'મહિલા પીડિતો માટે ન્યાય ઈચ્છું છું'

    બિગ બોસે ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ તેના સુંદર અવાજ સાથે પેઈન્ટિંગ કરી રહ્યો છે. વિડીયોમાં તે વ્યક્તિનો ચહેરો દર્શાવવામાં આવ્યો નથી. આ પ્રોમો શેર કરીને કેપ્શન લખવામાં આવ્યું છે, કે અમે તો આ વ્યક્તિના અવાજથી ઈમ્પ્રેસ થઈ ગયા છીએ. આ વ્યક્તિ કોણ છે તે જાણવા માટે તમારે થોડી રાહ પડશે. આ હેન્ડસમ હંક કોણ છે?



    આ ટ્વિટ જોયા બાદ લોકો અલગ અલગ અંદાજ લગાવી રહ્યા છે. ‘ધ ખબરી’ના રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ ફિલ્મ અને ટીવીમાં કામ કરતા રાકેશ બાપટ છે. રાકેશ બાપટે હિંદી ફિલ્મ ‘તુમ બિન’, ‘દિવ વિલ પ્યાર વ્યાર’, ‘કોન હે જો સપનો મેં આયા’ અને ‘હિરોઈન’માં કામ કર્યું છે. તેમણે ‘સાત ફેરે’, ‘કુબૂલ હે’, ‘મર્યાદા લેકિન કબ તક’, ‘બહૂ હમારી રજનીકાંત’, ‘ઈશ્ક મેં મર જાવાં’ અને ‘હોંગે જુદા ના હમ’ જેવી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.



    રાકેશ બાપટ વર્ષ 2019માં રિદ્ધિ ડોગરા સાથે છૂટછેડા લીધા ત્યારે હાઈલાઈટ્સમાં આવ્યા હતા. તે સમયે દરેક વ્યક્તિ ખૂબ જ હેરાન હતી. લગ્નના 8 વર્ષ બાદ આ કપલ એકબીજાથી અલગ થઈ ગયું હતું. રિદ્ધિ અને રાકેશે ક્યારેય પણ છૂટાછેડા અંગે મીડિયા સામે વાત કરી નથી.

    આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

    રાકેશ બાપટને ખૂબ જ ઓછા લોકો જાણે છે. રાકેશને પેઈન્ટિંગનો ખૂબ જ શોખ છે. રાકેશને પેઈન્ટિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ધોરણ 9 માં હતા ત્યારે તેમણે પેઈન્ટિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. રાકેશને પેઈન્ટિંગ સાથે મૂર્તિકલા ખૂબ જ પસંદ છે અને આજે પણ પેઈન્ટિંગ કરે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Akshara Singh, Bigg Boss OTT, Entertainment news, News in Gujarati, Rakesh Bapat, અક્ષરા સિંહ, ગુજરાતી ન્યૂઝ, બિગ બોસ ઓટીટી, રાકેશ બાપટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन