ફિલ્મી સ્ટોરી જેવી સત્ય ઘટના: પિતાએ નાગને માર્યો, 24 કલાકમાં જ નાગીને પુત્રને ડંખ માર્યો, હોસ્પિટલ લઈ જતા જ મોત
ફિલ્મી સ્ટોરી જેવી સત્ય ઘટના: પિતાએ નાગને માર્યો, 24 કલાકમાં જ નાગીને પુત્રને ડંખ માર્યો, હોસ્પિટલ લઈ જતા જ મોત
સાંપ કરડવાથી મોત
મધ્યપ્રદેશ (Madhyapradesh) ના બુડની (Budni) જિલ્લાના જોશીપુર ગામ (Joshipura Village)માં આખો પરિવાર પૂજામાં વ્યસ્ત થઈ ગયો. આ ઘટનાને 24 કલાક પણ થયા ન હતા કે રાત્રે લગભગ 2 વાગ્યે ઘરમાં સૂતેલા કિશોરી લાલના પુત્ર 12 વર્ષના રોહિતને સાપે દંશ (snake bitten) દીધો
બુડની : મધ્યપ્રદેશ (Madhyapradesh) ના બુડની (Budni) જિલ્લામાં એક મજૂર (laborer) ના પુત્રને સાપે ડંખ (snake bitten) માર્યો હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં પુત્રનું મોત નીપજ્યું હતું. ગતરોજ મૃતકના પિતાએ સાપ માર્યો હતો. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે સાપની જોડીએ બીજા સાપના મૃત્યુનો બદલો લીધો છે. આ મામલો બુડની જિલ્લાના જોશીપુર ગામ (Joshipura Village) નો છે. મળતી માહિતી મુજબ જોશીપુરમાં રહેતા કિશોરી લાલ કિશોરી લાલ મજૂરી કામ કરે છે. ચૈત્ર નવરાત્રિમાં, દેવીની પૂજાનો તહેવાર, તેના ઘર ઘટ જવારા રાખ્યા હતા. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું, પરંતુ ગુરુવારે સવારે 8-9 વાગ્યાની આસપાસ તેમના ઘર પાસે એક સાપ આવ્યો. સાપ બહાર આવ્યા બાદ ઘરમાં હોબાળો મચી ગયો હતો. કિશોરીલાલ અને તેમના પરિવારના સભ્યોએ સાપને મારીને ફેંકી દીધો હતો.
આ પછી આખો પરિવાર પૂજામાં વ્યસ્ત થઈ ગયો. આ ઘટનાને 24 કલાક પણ થયા ન હતા કે રાત્રે લગભગ 2 વાગ્યે ઘરમાં સૂતેલા કિશોરી લાલના પુત્ર 12 વર્ષના રોહિતને સાપે દંશ દીધો. રાત્રે સાપે તેને કરડ્યો કે તરત જ તે ચીસો પાડવા લાગ્યો. ચીસો સાંભળીને પરિવારજનોની આંખો ખુલી ગઈ હતી. સંબંધીઓએ સાપને સ્થળ પર જ મારી નાખ્યો હતો. તો, પુત્રને સારવાર માટે હોશંગાબાદની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં ડોક્ટરોએ તેની હાલત જોઈ અને તે ગંભીર હોવાનું જણાવતા ભોપાલ રિફર કરી દીધો. કિશોરના પુત્રને હોશંગાબાદથી ભોપાલ લાવતી વખતે જ તેનું મૃત્યુ થયું હતું. અચાનક થયેલા અકસ્માત બાદ રોહિતના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના બાદ ગામ લોકોને ફિલ્મની સ્ટોરી સાચી લાગી છે. આવી વાતો ફિલ્મો અને વાર્તાઓમાં સાંભળવા મળે છે. હવે એમપીના બુડની જિલ્લાના જોશીપુર ગામમાં બનેલી આ ઘટના બાદ ગ્રામજનોને આ વાતોનો વિશ્વાસ થઈ ગયો છે. આ સાથે જ કિશોરીલાલના ઘરે નવરાત્રીના તહેવાર પર શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારના સભ્યોની હાલત ખરાબ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર