Home /News /entertainment /બિગ બોસ 16 TRPના તમામ રેકોર્ડ તોડશે, સલમાન ખાનના શોના ઈતિહાસમાં પહેલીવાર થશે આ અતરંગી વસ્તુઓ!

બિગ બોસ 16 TRPના તમામ રેકોર્ડ તોડશે, સલમાન ખાનના શોના ઈતિહાસમાં પહેલીવાર થશે આ અતરંગી વસ્તુઓ!

બિગ બોસ 16 TRPના તમામ રેકોર્ડ તોડશે

તમારી આતુરતાનો અંત આવ્યો...કેમ કે ટીવીનો સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બિગ બોસ પોતાની નવી સિઝનની સાથે આવી રહ્યો છે. 1 ઓક્ટોબરથી બિગ બોસ 16 શરૂ થશે.

  તમારી આતુરતાનો અંત આવ્યો...કેમ કે ટીવીનો સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બિગ બોસ પોતાની નવી સિઝનની સાથે આવી રહ્યો છે. 1 ઓક્ટોબરથી બિગ બોસ 16 શરૂ થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન પોતાના હોસ્ટિંગથી શોમાં ચાર ચાંદ લગાવવા તૈયાર છે.

  આ પણ વાંચોઃ- Bigg Boss 16 નો પહેલો કન્ફર્મ કન્ટેસ્ટન્ટ આ પોપ્યુલર એક્ટર છે, જે સલમાન ખાનનાં ઘરમાં મચાવશે ધમાલ

  એન્ટરમેન્ટથી ભરપૂર હશે શો


  બિગ બોસ 16 ફૂલ ઓન એન્ટરટેઈનમેન્ટ અને મજેદાર સરપ્રાઈઝિસથી ભરપૂર હશે. મેકર્સે પોતાના દર્શકોને બિગ બોસ 16 દ્વારા એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ આપવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ વર્ષે તમને બિગ બોસમાં ઘણી એવી નવી વસ્તુઓ જોવા મળશે જે શોના ઈતિહાસમાં અત્યાર સુધી નહીં જોઈ હોય.
  View this post on Instagram


  A post shared by ColorsTV (@colorstv)


  બિગ બોસની સિઝન 16ને સ્પાઈસી બનાવવા માટે ઘણા નિયમ બદલી દેવામાં આવ્યા છે. કન્ટેસ્ટન્ટ્સ આ વખતે શોમાં ધમાલ મચાવવાના છે. બિગ બોસ 16ને લઈને ફેન ક્લબ પર ઘણી નવી અપડેટ્સ સામે આવી રહી છે, જેને જાણ્યા પછી તમારી એક્સાઈટમેન્ટ પણ ડબલ થઈ જશે. જાણો બિગ બોસ 16માં તમને શું નવું જોવા મળશે.

  થીમ ખાસ હશે


  બિગ બોસના ઘરનું જ્યારે પણ નામ આવે છે ત્યારે સૌથી પહેલા થીમ પર ધ્યાન જાય છે. આવું એટલા માટે કેમ કે બિગ બોસનું ઘર દર વર્ષની જેમ અલગ-અલગ થીમ પર આધારિત હોય છે. ગયા વર્ષે દર્શકોને જંગલની થીમ જોવા મળી હતી, તો આ વર્ષે બિગ બોસના ઘરની થીમ Ocean and Water હશે. જો કે, કેટલાક રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે સિઝન 16ની થીમ સર્કસ હશે. જ્યરે થીમ સર્કસ હોય અથવા પછી વોટર, બંને ઈન્ટેરસ્ટિંગ હશે.

  નોમિનેશનમાં તબાહી મચશે


  બિગ બોસ 16માં નોમિનેશનના ટાઈમ પર તબાહી મચવાની છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, કેમ કે રિપોર્ટ્સમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે કન્ટેસ્ટન્ટ્સ બિગ બોસના ઘરમાં નોમિનેશન ડિસ્કસ કરી શકશે. જો તમે બિગ બોસના ફેન છો તો તમને ખબર હશે કે નોમિનેશન પર વાત કરવાની બિગ બોસ ક્યારેય મંજૂરી નથી આપતો. પરંતુ આ વખતે આ નિયમને હટાવી દેવામાં આવશે.


  કન્ટેસ્ટન્ટ્સની ઓળખ કરવાની નવી રમત


  બિગ બોસ દર વર્ષે શો શરૂ થતા પહેલા કેટલાક કન્ટેસ્ટન્ટ્સના નામ ઓફિશિયલી રિવીલ કરી દે છે, જ્યારે ઘણા નામોથી પરથી પડદો પ્રીમિયર ડે પર ઉઠે છે. પરંતુ આ વખતે દર્શકોની એંગજમેન્ટ વધારવા માટે મેકર્સે એક નવી રીત શોધી કાઢી છે. બિગ બોસ 16ની શરૂઆત પહેલા કન્ટેસ્ટન્ટન્સને માસ્ક પહેરીને તેમના ઈન્ટરવ્યુ કલર્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવી રહ્યા છે અને ફેન્સને તેમને ઓળખવા માટે કહેવામાં આવી રહ્યું છે. બિગ બોસના ઈતિહાસમાં આ પ્રકારની ગેમ પહેલી વખત રમવામાં આવી રહી છે.

  કોઈ રૂલ નહીં હોય


  બિગ બોસના ઘરમાં રહેવું સરળ નથી. સેલેબ્સને શોમાં રહેવા માટે ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે. પરંતુ આ વખતે લાગે છે કે કન્ટેસ્ટન્ટ્સને મજા આવશે કેમ કે સિઝન 16માં કોઈ રૂલ નહીં હોય. આવું અમે નહીં પરંતુ શોના હોસ્ટ સલમાન ખાને એક પ્રોમોમાં જાહેરાત કરી છે.

  અંતરગી હશે બિગ બોસની રમત


  બિગ બોસની દરેક સિઝનમાં અત્યાર સુધી તો તમે માત્ર કન્ટેસ્ટન્ટ્સને જ ગેમ રમતા જોયા છે, પરંતુ આ વર્ષે બિગ બોસ પણ કન્ટેસ્ટન્ટ્સ સાથે કંઈક એવી રમત રમાડવામાં આવશે, જેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. પ્રોમોમાં સલમાન કહે છે કે-બિગ બોસના ઘરમાં સવાર થશે, પરંતુ આકાશમાં ચાંદ દેખાશે, ઘોડો સીધો ચાલશે, ગ્રેવિટી હવામાં ઉડશે, પડછાયો પણ સાથે છોડી દેશે કેમ કે આ વખતે બિગ બોસ જાતે રમશે.

  સલમાન ખાને શોના પ્રોમોમાં સંકેત આપ્યો છે કે આ વખતે બિગ બોસ સિઝન 16માં દર્શકોને ઘણી અતરંગી વસ્તુઓ જોવા મળશે, જે અત્યાર સુધી કોઈએ નહીં જોઈ હોય. શોને સુપરહિટ બનાવવા માટે મેકર્સે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. હવે જોવાનું એ રહ્યું કે શું ન્યૂ ફેક્ટર્સ બિગ બોસ 16ની ટીઆરપીમાં ચાર ચાંદ લગાવી શકશે કે નહીં?
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Actor salman khan, Bigg Boss, Bollywood actress

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन