TRP: ટીવી જગતમાં મચી હલચલ, 'અનુપમા' પર સંકટ, 'ઇમલી' પડી ફીકી

અનુપમામાં ચાલે છે દિલચસ્પ ટ્રેક

ટીવી પર આ અઠવાડિયે ઘણાં શોની વચ્ચે TRP લિસ્ટ (TRP List)માં તગડી ટક્કર જોવા મળી. આ બાદ ધારાવાહિક અનુપમા (Anupammaa) અને ગુમ હૈ કિસી કે પ્યાર મે (Ghum Hai Kissi Ke Pyar Mein)ની વચ્ચે તગડી ટક્કર જોવા મળી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રિન પર હાલમાં ધમાલ મચી છે. ઘણાં ટીવી શો હાલમાં ચર્ચામાં છે. આ કારણ છે ટીવી પર TRPની રેસ (TRP List) જાહેર થઇ ગઇ છે. TRP લિસ્ટમાં ટીવી શોનાં આંકડામાં ઘણી વખત બદલાવ જોવા મળે છે. આ અઠવાડિયે ટીવીની ટીઆરપીમાં ઘણાં અઠવાડિયાથી નંબર 1 પર છવાયેલાં શો 'અનુપમા' (Anupamaa) હવે સંકટમાં આવી છે.

    આ વખતે TRP લિસ્ટમા મોટી ઉલટફેર જોવા મળી છે. જેથી અનુપમાનાં મેકર્સની ઉંઘ ઉડી ગઇ છે. અત્યાર સુધીમાં TRP લિસ્ટમાં નંબર વન પર રહેવા માટે સૌથી તગડી ટક્કર ટીવી શો 'અનુપમા' (Anupamaa) અને ઇમલી (Imlie) વચ્ચે જોવા મળતી હતી. બંને દર અઠવાડિયે પહેલાં બીજા નંબર પર રહેતા હતાં. પણ આ નવો શો તેજીથી આગળ વધતો નજર આવી રહ્યો છે. આ શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મે' બીજા નંબર પર આવી ગયો ચે.

    આ વખતે ટીઆરપીની લિસ્ટમાં પણ અનુપમા જ નંબર વન પર છે. શોનો કરન્ટ ટ્રેક ઘણો જ રસપ્રદ છે. જેને કારણે દર્શકો તેને જોવાનું ચુકતા નથી. તો બીજા નંબર પર 'ગુમ હૈ કિસી કે પ્યાર મે' છે. આ બંને શોમાં હાલમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળી રહ્યું છે. આ કારણ છે કે, તેમની TRPમાં ઉછાળો આવ્યો છે.

    અનુપમા અને ઇમલી


    આ ઉપરાંત ત્રીજા નંબર પર 'ઇમલી' છે શોનાં ટ્રેકની વાત કરીએ તો ફરી એક વખત ઇમલી અને આદિત્ય નજીક આવ્યાં છો. ચોથા નંબર પર 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' છે જ્યારે પાંચમાં નંબર પર 'સાથ નિભાના સાથિયા-2' છે.
    Published by:Margi Pandya
    First published: