Home /News /entertainment /કરનની પાર્ટીમાં જુમ્મા-ચુમ્મા પર નાચ્યો રણવીર, ટ્રલર્સે કહ્યું- 'કોઇ NCBને કહો અહીંની મુલાકાત લેવી જોઇએ'

કરનની પાર્ટીમાં જુમ્મા-ચુમ્મા પર નાચ્યો રણવીર, ટ્રલર્સે કહ્યું- 'કોઇ NCBને કહો અહીંની મુલાકાત લેવી જોઇએ'

રણવીર સિંહે કર્યો મન મુકીને ડાન્સ

Karan Johar Birthday Video: આ વીડિયોનાં કમેન્ટ્સ સેક્શનમાં લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યાં છે. કોઇ કહે છે કે કોઇ NCBને કહો કે NCBને કહો અહીંની મુલાકાત લેવી જોઇએ.. તો અન્ય એક યુઝર કહે છે.. આ બધામાં કાર્તિક આર્યન ક્યાં છે.. તો અન્ય એક યુઝરે રણવીર સિંહની એનર્જી પર કમેન્ટ કરતાં લખ્યું છે, આ ખરેખર પાવર હાઉસ છે.. તો અન્ય એક યુઝરે લખ્યું છે.. મૂવી ફ્લોપ થવાનાં સાઇડ ઇફેક્ટ.. તો અન્ય એક યુઝરે લખ્યું પાર્ટી પિપલ

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરન જોહરની (Karan Johar Birthday Party) બર્થ ડે પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રણવીર સિંહ (Ranveer Singh) દિલ ખોલીને ડાન્સ કરતો નજર આવે છે. તે મહાનાયક અમિતાભ બચ્ચનનાં (Amitabh Bachchan) એવરગ્રીન સોન્ગ 'જુમ્મા ચુમ્મા દે..' પર ડાન્સ કરતો નજર આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વયારલ (Viral Video) થયો છે.

ટ્રોલર્સે લીધા આડે હાથ
આ વીડિયોનાં કમેન્ટ્સ સેક્શનમાં લોકો જાત જાતની કમેન્ટ કરી રહ્યાં છે. કોઇ કહે છે કે કોઇ NCBને કહો કે NCBને કહો અહીંની મુલાકાત લેવી જોઇએ.. તો અન્ય એક યુઝર કહે છે.. આ બધામાં કાર્તિક આર્યન ક્યાં છે.. તો અન્ય એક યુઝરે રણવીર સિંહની એનર્જી પર કમેન્ટ કરતાં લખ્યું છે, આ ખરેખર પાવર હાઉસ છે.. તો અન્ય એક યુઝરે લખ્યું છે.. મૂવી ફ્લોપ થવાનાં સાઇડ ઇફેક્ટ.. તો અન્ય એક યુઝરે લખ્યું પાર્ટી પિપલ




કાર્તિક આર્યનની ગેરહાજરી વર્તાઇ
કરન જોહરની બર્થ ડે પાર્ટીમાં હાજર સૌ કોઇ સેલિબ્રિટીની ચર્ચાઓ થઇ રહી છે તેમાં સાથે સાથે ગેરહાજર સેલિબ્રિટીમાં કાર્તિક આર્યનની ચર્ચાઓ ચારેબાજુ થઇ રહી છે.

આ પણ વાંચો-કરનની પાર્ટીમાં SRKએ કર્યો મન મુકીને ડાન્સ, તો 'ડફલી વાલે..' ગીત પર જયા પ્રદા બની નાચ્યો ખુદ કરન જોહર

આ પાર્ટીમાં ફક્ત કાર્તિક આર્યન એવો એ લિસ્ટેડ સેલિબ્રિટી છે જે કરન જોહરની પાર્ટીમાં હાજર ન હતો અને તેની ગેરહાજરી સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સ સહન નથી કરી રહ્યાં. કરન જોહરને આ માટે ખુબજ ટ્રોલ કરી રહ્યાં છે.



રણવીર સિંહ મન મુકીને નાચ્યો
કરન જોહરની પાર્ટીમાં રણવીર સિંહ ક્યારેક ડિજે બન્યો.. તો ક્યારેક કરન જોહરની સાથે જ ડફલી વાલે સોન્ગ પર ડાન્સ કર્યો. તેણે રિશિ કપૂરની જેમ ડફલી વગાડી તો કરન જોહરે જયા પ્રદાની જેમ ઠુમકા લગાવ્યાં. આ તમામ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યાં છે.
First published:

Tags: Karan johar, NCB, Ranveer Singh, Troll, વાયરલ વીડિયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો