VIRAL VIDEO: જુઓ રણવીર-દીપિકાનો 'રામલીલા' સમયે નવો-નવો પાંગરેલો પ્રેમ

News18 Gujarati
Updated: November 23, 2018, 5:44 PM IST
VIRAL VIDEO: જુઓ રણવીર-દીપિકાનો 'રામલીલા' સમયે નવો-નવો પાંગરેલો પ્રેમ
રણવીર દીપિકા

પાંચ વર્ષ પહેલાંનો રણવીર અને દીપિકાનો તે વીડિયો વાઇરલ થયો છે

  • Share this:
રણવીર અને દીપિકા વચ્ચે 'રામ-લીલા' સમયે પ્રેમ પાંગર્યો હતો. આ વાત તો સૌ કોઇ જાણે છે. પણ હાલમાં ફરી એક વખત પાંચ વર્ષ પહેલાંનો રણવીર અને દીપિકાનો તે વીડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ ફિલ્મ 'રામ-લીલા'નું પોસ્ટર ફોટોશૂટ કરાવતા હતાં.આ સમયે બંનેની કેમેસ્ટ્રી અને તેમની વચ્ચેનું ટ્યૂનિંગ જોવા જેવું હતું. આ બંને એકબીજા સાથે ખુબજ જામી રહ્યાં હતાં.

રણવીર દીપિકાની કેમેસ્ટ્રી ફિલ્મ 'રામલીલા'થી જ જામી હતી અને તે બાદ તેમણે સંજય લીલા ભણસાલી સાથે બીજી બે ફિલ્મો પણ કરી. 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત' આ બંને સંજય લીલા ભણસાલીનાં ડ્રિમ પ્રોજેક્ટ હતા અને તે બંને ફિલ્મોમાં સંજય લીલા ભણસાલીએ રણવીર દીપિકાની કેમેસ્ટ્રીને રિક્રેટ કરી. આ સાથે જ રણવીર દીપિકા વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ થતો ગયો.





'રામ લીલા 14 નવેમ્બરે રિલીઝ થઇ હતી'
વેલ રણવીર-દીપિકાનાં લગ્ન 14મી નવેમ્બરનાં રોજ થયા છે. અને આ લગ્ન આ જ દિવસે નક્કી કરવા પાછળ પણ ખાસ કારણ છે. આ કારણ છે રણવીર અને દીપિકાની પહેલી એક સાથે ફિલ્મ 'રામલીલા' પણ 14મી નવેમ્બરનાં રોજ જ રિલીઝ થઇ હતી. તેઓ તેમની આ આ ખાસ ફિલ્મની તારીખે જ લગ્ન કરીને તેને વધુ ખાસ બનાવવા માંગતા હતાં.
First published: November 23, 2018, 5:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading