દાઉદે બાબા સિદ્દીકીને આપી હતી ધમકી, 'તારી ફિલ્મ બનાવી દઇશ, એક થા MLA...'

બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી તો આપે જોઇ લીધી પણ આપને તેમનાં સાથે સંકળાયેલો આ રસપ્રદ કિસ્સો નહીં ખબર હોય

બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી તો આપે જોઇ લીધી પણ આપને તેમનાં સાથે સંકળાયેલો આ રસપ્રદ કિસ્સો નહીં ખબર હોય

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: એક વ્ય્કતિના ઘરે દર વર્ષે ઇદ પહેલાં ઇફ્તાર પાર્ટીનું આયોજન થાય છે જેમાં બોલિવૂડનાં બધા જ સિતારા આવે છે. સલમાન ખાન અને શાહરૂખ ખાન આ પાર્ટીની જાન હોય છે. આ પાર્ટી ઇન્ડ્સ્ટરીનાં પ્રખ્યાત સ્ટાર્સથી ભરેલી હોય છે. અત્યાર સુધીમાં તો આપ સમજી ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યાં છીએ. જી હાં અમે બાબા સિદ્દીકીની વાત કરી રહ્યાં છીએ. હાલમાં જ તેમણે શાનદાર ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ હતું જેમાં બોલિવૂડનાં મોટાભાગનાં સ્ટાર્સ પહોચ્યા હતાં.

  બાબા સિદ્દીકી ઇન્ડસ્ટ્રીનાં સેલિબ્રિટી નથી પણ રાજનીતિનો જાણીતો ચહેરો છું. અને તે દાઉદની ધમકીઓને કારણે ચર્ચામાં પણ રહી ચુક્યા છે. બાબા સિદ્દીકી મુંબઇમાં કોંગ્રેસનાં જાણીતા નેતા છે. મુંબઇની બાન્દ્રા પશ્ચિમ સીટથી સતત ત્રણ વખત તે ધારાસભ્ય રહ્યાં છે. બાબા સિદ્દીકી ત્યારે ખુબ ચર્ચામાં રહ્યાં જ્યારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે તેમને ધમકી આપી હતી. આ મામલો દાઉદના નજીકનાં અહમદ લંગડા સાથે જોડાયેલો છે.

  મુંબઇમાં જમીનનાં એક ટુકડા અંગે બાબા સિદ્દીકી અને અહમદ લંગડા વચ્ચે વિવાદ થઇ ગયો હતો. આ મામલે 2016માં અંડરવર્લ્ડ ડોન દાઉદે પોતે બાબા સિદ્દીકીને ફોન કરીને ધમકાવ્યા હતાં. દાઉદે કહ્યું હતું કે, રામ ગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઇશ, 'એક થા MLA...' જ્યારે આ મામલો સામે આવ્યો તો મીડિાયમાં તેને લઇને ભારે ચર્ચાઓ થઇ હતી.

  આ ઉપરાંત બાબા સિદ્દીકી ત્યારે ન્યૂઝમાં ચમક્યા હતાં જ્યારે તેમનાં ઘરે 2017માં મની લોન્ડ્રિંગ મામલે ઇડીની રેડ પડી હતી. બાબા સિદ્દીકી બોલિવૂડથી ખાસ્સો ઘરોબો રાખે છે. તે સલમાન ખાન અને શાહરૂખ ખાન બંનેનાં સારા મિત્રો છે.
  Published by:Margi Pandya
  First published: