ફિલ્મ સિટીમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ, શૂટિંગનું કામ બંધ રખાયું

News18 Gujarati
Updated: February 17, 2019, 10:52 PM IST
ફિલ્મ સિટીમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ, શૂટિંગનું કામ બંધ રખાયું

  • Share this:
પુલવામા આતંકી હુમલામાં 44 શહીદોને મુંબઈ ફિલ્મ સિટીમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પલોય ( FWICE)ના 24 સંગઠનોએ આતંકી હુમલા વિરુદ્ધ બ્લેક-ડેની જાહેરાત કરી હતી. રવિવારે બપોરે 2થી 4 વાગ્યા સુધી ફિલ્મ સિટીમાં શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ થયું નહતું. આ દરમિયાન ક્રિકેટર હરભજન સિંહ, વીરેન્દ્ર સહેવાગ, મો. કૈફ, સુરેશ રૈના પણ હાજર રહ્યા હતા.

વેસ્ટર્ન સિને એમ્પલોય એસોસિયેશનના પ્રમુ અશોક પંડિતે કહ્યું, સિદ્ધુએ તેમના નિવેદન માટે સેનાની માફી માંગવી જોઈએ. પુલવામા હુમલા વિશે સિદ્ધુએ કહ્યું હતું કે, અમુક લોકો માટે આખા દેશને દોષિત ન ગણાવી શકાય.

અહીં ક્લિક કરી વાંચોઃ શહીદ તિલકરાજ હિમાચલના હતા જાણીતા લોકગાયક, લાખો લોકોએ જોયો વીડિયો

બ્લેક ડે દરમિયાન ફિલ્મ સિટીમાં આઈપીએલ માટે શૂટિંગ ચાલતું હતું. તેમાં વીરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ. હરભજન સિંહ અને સુરેશ રૈના પણ હાજર હતાં. ક્રિકેટરોએ શૂટિંગ રોકીને સિનેકર્મીઓ સાથે આતંકી હુમલા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પેચવર્ક પણ બે કલાક બંધ રાખવામાં આવ્યું હતું. જોકે કોસ્ચ્યુમમાં હોવાના કારણે અમિતાભ બચ્ચન સ્ટેજ પર આવ્યા નહતા.

વીરેન્દ્ર સહેવાગે કહ્યું, અમારુ કોઈ પણ કામ ફોજી ભાઈઓની ડ્યૂટી અને તેમની શહાદત કરતા વધારે મહત્વનું નથી. અમે લોકો માત્ર તેમનો આભાર માની શકીએ છીએ. ફોજીના પરિવારોને કોઈને કોઈ રીતે મદદ કરવી જોઈએ. હરભજને કહ્યું કે, અસલી હીરો તો ફોજી છે. ક્રિકેટર અથવા અભિનેતા તેમની સામે કઈ જ નથી.
3.ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પલોયના પ્રમુખ અશોક પંડિતે કહ્યું, પાકિસ્તાની કલાકરો, સંગીતકારોને પણ ભારતમાં પ્રતિબંધ મુકવો જોઈએ. નવજોત સિંહ સિદ્ધુ પણ જ્યાં સુધી સેનાની માફી નહીં માગે ત્યાં સુધી અમે તેમને પણ કોઈ શોમાં કામ નહીં કરવા દઈએ.મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની શાખા ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકરે ઈન્ડસ્ટ્રીઝની મ્યૂઝિક કંપનીને કહ્યું હતું કે, પાકિસ્તાની કલાકારોનો બહિષ્કાર કરો અને તેમની સાથે કોઈ પણ પ્રકારનું કામ ન કરો. ત્યારપછી ટી-સીરિઝે તેમની યૂ-ટ્યૂબ ચેનલથી પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમના ગીતો હટાવી દીધા છે.
First published: February 17, 2019, 10:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading