Home /News /entertainment /

Katrina Kaif Wedding: લગ્ન માટે નીકળતી કેટરિના કૈફની ગાડી ટ્રાફિક પોલીસે રોકી, VIDEO VIRAL

Katrina Kaif Wedding: લગ્ન માટે નીકળતી કેટરિના કૈફની ગાડી ટ્રાફિક પોલીસે રોકી, VIDEO VIRAL

કેટરિના કૈફ લગ્ન માટે નીકળતી હતી તે પહેલાં ટ્રાફિક પોલીસે રોકી

Katrina Kaif Vicky Kaushal Wedding: કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કપલનાં લગ્નની વાતો અને તે માટેની તૈયારીઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

    કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલનાં (Vicky Kaushal) લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કપલનાં લગ્નની વાતો અને તે માટેની તૈયારીઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ દરમિયાન કેટરિના કૈફનો એક વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જેમાં ટ્રાફિક પોલીસ તેની કારને રોકતી જોવા મળી રહી છે. જોકે, થોડીવાર બાદ ટ્રાફિક પોલીસે તેની કાર જવા દીધી હતી. આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકોએ કેટરિનાના લગ્નને લઈને ફની કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું.

    આ પણ વાંચો-Katrina Kaifનો ભાઈ છે Gold Medalist માઈકલ ફેલ્પ્સ! ગૂગલ બાબાને તો એવું જ લાગે છે, શું છે સત્ય?

    ટ્રાફિક પોલીસે કેટરીનાની કારને રોકી
    વીડિયોમાં જોઈ શકાય છે કે કેટરીનાની સફેદ રંગની કાર રસ્તા પર ઉભી છે. એટલામાં જ એક ટ્રાફિક પોલીસ તેમની કાર પાસે આવે છે અને ડ્રાઈવર સાથે વાત કર્યા પછી તેને કારને આગળ વધારવા માટે સંકેત આપે છે. જોકે કાળા કાચના કારણે કેટરીના કારમાં દેખાતી નથી. આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.




    વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સ કેટરિના કૈફના આ વીડિયો પર મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'તમારો ચહેરો બતાવો? બીજાએ કમેન્ટ કરી, વાસ્તવમાં તેને કેટરીનાને જોવાની હતી. કોઈએ લખ્યું, કારનો કોઈ ઈન્સ્યોરન્સ નથી? તે જ સમયે, અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, લગ્ન ક્યારે છે તે પૂછવા આવ્યો હતો. આ રીતે લોકો કેટરિનાના વિકી કૌશલ સાથેના લગ્ન વિશે ફની કોમેન્ટ કરી રહ્યા છે.

    આ પણ વાંચો-Taarak Mehta Ka Ooltah Chashmahની જૂની સોનુએ કરી 'ગોલી'ની કરી આવી હાલત, ફેન્સે કહ્યું- 'બેટા મસ્તી નહીં'



    શું કેટરિના રાજસ્થાન જવા નીકળી હતી?
    આ સિવાય કેટલાક વધુ વીડિયો સામે આવ્યા છે, જેમાં કેટરીનાના ઘરની બહાર વાહનો પાર્ક થયેલા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કારમાં મોટી બેગ રાખવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, કેટરિના તેના પરિવાર સાથે આજે રાજસ્થાન જવા રવાના થઈ રહી છે. નોંધનીય છે કે વિકી અને કેટરીનાના લગ્નની વિધિ 7 થી 10 ડિસેમ્બર સુધી ચાલશે. રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટમાં 9 ડિસેમ્બરે આ કપલ સાત ફેરા લેશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Katrina kaif, Vicky Katrina Wedding, Vicky Kaushal, ટ્રાફિક પોલીસ, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन