'પૈસા યે પૈસા' સોંગ પર માધુરીની 'ટોટલ ધમાલ', અજય-અનિલ થયા ઘાયલ

આ વીડિયોમાં 'ટોટલ ધમાલ' ના તમામ કલાકારોએ ધમાલ મચાવી છે.

Total Dhamaal First Song: અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દિક્ષિતની કોમેડી ફિલ્મ 'ટોટલ ધામલ' નું પહેલું સોંગ રિલિઝ થયું.

 • Share this:
  અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દિક્ષિતનું કોમેડી 'ટોટલ ધમાલ'નું પહેલું વીડિયો સોંગ "પૈસા યે પેસા" રિલીઝ કરવામાં આવ્યું છે. આ વીડિયો સોંગ રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર છવાઇ ગયું છે. આ સોંગને થોડી જ વારમાં લાખો લોકો જોઇ ચુક્યા છે. આ ફિલ્મ 'ટોટલ ધમાલ' નું આ વીડિયો સોંગ 'રીશી કપૂર' ના સોંગને 'રિમેક કર્યુ છે. આ સોંગને અજય દેવગનની ફિલ્મ ટોટલ ધમાલમાં' એક સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ સોંગ કિશોર કુમારના અવાજમાં છે. આ વીડિયોમાં 'ટોટલ ધમાલ' ના તમામ કલાકારોએ ધમાલ મચાવી છે.

  ફિલ્મ ટોટલ ધમાલના આ વીડિયો સોંગમાં સૌથી પહેલા અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દિક્ષિત, અરશદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરીએ ધમાલ મચાવી છે. આ સોંગમાં ફિલ્મમાં તમામ કલાકાર પૈસા લૂંટતા નજર આવી રહ્યાં છે. આ સોંગમાં કોમેડી ભરપૂર છુટ આપવામાં આવી છે. સોંગનું ટાઇટલ 'પૈસા યે પૈસા' છે અને ફિલ્મના તમામ કલાકરો આ સોંગમાં પૈસા પાછળ ભાગતા નજર આવે છે.


  આ પણ વાંચો: Ek Ladki Ko Dekha... ટ્રેલર રીલિઝ, આવી છે ફિલ્મની કહાણી

  આ પહેલા બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની અપકમિંગ કૉમેડી ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું ટ્રેલર રીલીઝ થયું હતુ.


  આ ફિલ્મના પોસ્ટર જોઇને લાગે છે કે ફિલ્મમાં જંગલની ધમાલ થીમ રાખવામાં આવી છે. હાથીથી લઇને કોબરા સુધી સૌ આ પોસ્ટર્સમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર પણ લાખો વખત જોવાઇ ચુક્યું છે.
  Published by:Bhoomi Koyani
  First published: