'Total Dhamaal'ની તોફાની કમાણી, અજય દેવગનથી પાછળ રહી ગઇ કંગના

News18 Gujarati
Updated: March 13, 2019, 12:39 PM IST
'Total Dhamaal'ની તોફાની કમાણી, અજય દેવગનથી પાછળ રહી ગઇ કંગના
200 કરોડના ક્લબમાં થઇ ટોટલ ધમાલની એન્ટ્રી

બોક્સ ઑફિસ પર હાલ અજય દેવગન, માધુરી દિક્ષિત, અનિલ કપૂર, રિતેશ દેશમુખનું રાજ છે. તેમની ફિલ્મ ટોટલ ધમાલ કમાણીના મામલામાં નવા નવા રેકોર્ડ બનાવી રહી છે.

  • Share this:
ટોટલ ધમાલ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. ફિલ્મ 18 દિવસમાં 200 કરોડને પાર પહોંચી ગઇ છે. ફિલ્મની કમાણીને જો અલગ- અલગ જોઇએ તો ભારતમાં 167.54 કરોડ રુપિયા કમાયા છે. ત્યાં બહાર દેશોમાં 43.32 કરોડની કમાણી કરી. કુલ કમાણી 200 કરોડ થઇ ચુકી છે.

ઈન્દ્રકુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ખૂબ પસંદ કરવામાં આવી છે. લોકોના પ્રશંસાથી બોક્સ ઓફિસ કલેક્શન સાફ નજર આવી રહ્યું છે. આ વર્ષની ચર્ચામાં રહેલી ફિલ્મોમાંથી એક રહી મર્ણિકર્ણિકાનું લાઇફ ટાઇમ કલેકશન 92.10 કરોડ હતું. ત્યાં 8 મી માર્ચે રિલીઝ થયેલી 'બદલા' એ બોક્સ ઓફિસ પર 36.34 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.





રણવીર સિંહનું 'ગલી બોય' હજુ પણ પ્રેક્ષકોની પસંદ છે. ફિલ્મે અત્યાર સુધીમાં 137.61 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'ગલી બોય' એ પહેલા જ અઠવાડિયામાં 100 કરોડ મેળવ્યા હતા. આ બાદ બીજા અઠવાડિયામાં આ આંકડો 26.80 કરોડ પહોંચી ગયો, ત્રીજા અઠવાડિયામાં 8.69 કરોડ અને ચોથા અઠવાડિયામાં 1.82 કરોડની કમાણી સાથે આંકડો 137.61 કરોડ થયો છે. ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી.
First published: March 13, 2019
વધુ વાંચો
अगली ख़बर