Top Holi Songs: બોલિવૂડના આ ગીતો વગર અધૂરી રહેશે તમારી હોળી

News18 Gujarati
Updated: March 21, 2019, 8:27 AM IST
Top Holi Songs: બોલિવૂડના આ ગીતો વગર અધૂરી રહેશે તમારી હોળી
અક્ષય કુમાર

આલિયા-વરુણ હોય કે પછી અક્ષય કુમાર કે પછી અમિતાભ બચ્ચન, બોલિવૂડના તમામ સ્ટાર્સ હોળીના ગીમ પર નાચતા અને ઓડિયન્સને પણ નચાવતા નજરે પડી ચુક્યા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કોઈ પણ તહેવાર હોય, બોલિવૂડમાં તેના પર તમને કોઈને કોઈ ગીત મળી જ જશે. આજે રંગનો તહેવાર છે. આજે તમામ લોકો રંગોથી હોળી/ધુળેટી રમે છે. એમાં પણ આ રંગમાં જો બોલિવૂડનું મ્યુઝિક ભળી જાય તો તહેવારની મજાને ચાર ચાંદ લાગી જાય છે. બોલિવૂની ફિલ્મોના હોળી પરના ગીતો હોળીને વધારે રંગીન બનાવી દે છે.

હોળીના આ ગીતો પર જો ડાન્સ કરવાનો મોકો મળી જાય તો હોળી વધારે રંગીન લાગે છે. આજે અમે તમને બોલિવૂડના એવા સુપર સોંગ વિશે જણાવી રહ્યા છીએ જેના પર તમે ડાન્સ કરવા માટે મજબૂર બનશો.

આલિયા-વરુણ હોય કે પછી અક્ષય કુમાર કે પછી અમિતાભ બચ્ચન, બોલિવૂડના તમામ સ્ટાર્સ હોળીના ગીમ પર નાચતા અને ઓડિયન્સને પણ નચાવતા નજરે પડી ચુક્યા છે.

'રંગ બરસે ભીગે ચુનર વાલી...' અમિતાભ બચ્ચન અને રેખાને દર્શાવતું આ ગીત દર વર્ષે હોળી સોંગમાં નંબર એક પર જ હોય છે.

'હોલી કે દીન દિલ મિલ જાતે હૈ...' આ ગીત તમારું ગમતું હશે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું આ મસ્તીભર્યું ગીત તમારી હોળીને વધારે સારી બનાવી દેશે.

'આજ ન છોડેંગે બસ હમજોલી...' રાજેશ ખન્ના અને આશા પારેખનું આ ગીત હોળીના મૂડ માટે એકદમ યોગ્ય છે. આ ગીત જો હોળીની પાર્ટીમાં ન વાગે તો પાર્ટી ખરેખર અધૂરી રહે છે.'બલમ પિચકારી જો તુને...' ગીત રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી બતાવે છે. આ ગીત હોળી પર સૌથી વધારે વગાડવામાં આવે છે. ડાન્સ સોંગ અને હોળીની મસ્તી આ ગીતમાં ખૂબ સારી રીતે બતાવવામાં આવ્યા છે.

અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડાનું ગીત 'લેટ્સ પ્લે હોલી' આસપાસના તમામ લોકોને ડાન્સ કરવા માટે મજબૂર કરી દેશે.

શાહરુખ ખાનની ફિલ્મ 'મોહબ્બતે'નું એક ગીત 'સોની સોની' સંપૂર્ણ હોળી સોંગ છે. આ ગીતમાં ડાન્સ સ્ટેપ્સથી લઈને મસ્તી બતાવવામાં આવી છે.

અક્ષય કુમારની 'ટોઇલેટ' ફિલ્મનું એક ગીત 'ગોરી તૂ લઠ માર'માં મથુરાની લઠમાર હોળી સારી રીતે બતાવવામાં આવી છે. મથુરાની હોળીની મસ્તીને જેવી રીતે આ ગીતમાં બતાવવામાં આવી છે તે તમને બીજા કોઈ ગીતમાં જોવા નહીં મળે.

સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'નું 'સેલ્ફી લેલે રે' ગીત કેવી રીતે ભૂલી શકાય.
First published: March 21, 2019, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading