TOM CRUISEને વિમ્બલડન ફાઇનલ્સમાં જોઇ યૂઝર્સે કહ્યું- 'આ વેક્સ સ્ટેચ્યૂ છે કે શું?'

Photo-Instagram

ટોમ ક્રૂઝ (Tom Cruise) તેનાં લૂક્સ અને ઊંમરને કારણે ટ્રોલ્સનાં નિશાને આવી ગયો છે. હોલિવૂડ સ્ટાર અહીં ઇંગ્લિશ એક્ટ્રેસ અને રુમર્ડ ગર્લફ્રેન્ડ હેલી એટવેલ (Hayley Atwell) અને તેની અપકમિંગ મૂવી મિશન ઇમ્પોસિબલ 7ની એક અન્ય સ્ટારની સાથે મેચ જોવા પહોંચ્યો હતો.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મનોરંજન જગતની હસ્તીઓનાં જીવન અને તેનાં લૂક્સ ઘણી વખત ડિબેટનો ભાગ બને છે. ક્યારેક સેલિબ્રિટીઝનાં કપડાં તો ક્યારેક તેમનો મેકઅપ તો ક્યારેક એસેસરીઝ લોકો માટે ચર્ચાનો વિષય બની જાય છે. લોકો સેલિબ્રિટીઝનાં ઉંમર, રંગ તેઓ શું પહેરે છે. પોતાને કેવી રીતે જાહેરમાં રજૂ કરે છે. તેનાં પર સૌની નજર હોય છે. હાલમાં જ હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝ (Tom Cruise) પણ આ કારણે જ ચર્ચામાં છે. ખરેખરમાં, ટોમ ક્રૂઝ વિમ્બલડન વૂમેન્સ સિંગલ્સની ફાઇનલ (Wimbledon Women's Finals)મેચ જોવા પહોંચી હતી. જ્યાં તેનાં લૂકની ચર્ચા થઇ રહી છે.

    ટોમ ક્રૂઝ તેનાં લૂક્સ અને ઊંમર અંગે ટ્રોલ્સનાં નિશાને આવી ગયા છે. હોલિવૂડ સ્ટાર્સ અહીં ઇંગ્લિશ એક્ટ્રેસ અને રુમર્ડ ગર્લફ્રેન્ડ હેલી એટવેલ અને તેની અપકમિંગ મૂવી મિશન ઇમ્પોસિબલ 7નાં અન્ય કો સ્ટારની સાતે મેચ જોવા ગયો હતો. અહીં, ટોમ ક્રૂઝ બ્લૂ કોર્ટ, વ્હાઇટ શર્ટ અને ટાઇમાં નજર આવ્યાં. તો એટવેલ એક ફ્લોરલ ડ્રેસ અને ક્રીમ કલરનાં ઓવરકોટમાં નજર આવે. તેનાં લૂકને તેમણે રેડ હીલ્સની સાથે પૂર્ણ કર્યો હતો.


    ટોમ ક્રૂઝ અને હેલી એટવેલની તસવીર જેવી જ સોશિયતલ મીડિયા પર શેર થઇ સોશિયલ મીડિયા પર આ વાત કહેવાની શરૂ કરી દીધી છે. ટોમ ક્રૂઝ તસવીરમાં 'ઘરડો' નજર આવી રહ્યો છે. આ યૂઝર હોલિવૂડ સ્ટારને તેની ઉંમર અને લૂક માટે નિશાને લઇ રહ્યાં છે. યૂઝર્સનું કહેવું છે કે, તે હવે ઘરડો થઇ રહ્યો છે.


    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટોમ ક્રૂઝની મિશન ઇમ્પોસિબલ 7 મે 2022માં રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મની રિલીઝ ડેટ 27 મે રાખવામાં આવી છે. કોરોના વાયરસને કારણે ફિલ્મની શૂટિંગ પ્રભાવિત થાય છે. પણ, હાલમાં સ્થિતિ સામાન્ય થયા બાદ ટોમ ક્રૂઝ પણ કામ પર પરત ફર્યો હતો.
    Published by:Margi Pandya
    First published: