Home /News /entertainment /પ્રભાસના કાકા અને ટોલિવુડ સ્ટારનું આજે વહેલી સવારે નિધન, સોમવારે અંતિમ સંસ્કાર થશે

પ્રભાસના કાકા અને ટોલિવુડ સ્ટારનું આજે વહેલી સવારે નિધન, સોમવારે અંતિમ સંસ્કાર થશે

રાજુ કિષ્નમ (ફાઈલ તસ્વીર)

ટોલિવુડ રિબેલ સ્ટાર ક્રિષ્નમ રાજુનું હૈદરાબાદમાં નિધન થયું છે. એકટરના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, રાજુએ તેના અંતિમ શ્વાસ રવિવારે વહેલી સવારે 3.25 કલાકે લીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ તેમનું નિધન ખરાબ તબિયતના કારણે થયું છે.

    હૈદરાબાદઃ  ટોલિવુડ રિબેલ સ્ટાર ક્રિષ્નમ રાજુનું હૈદરાબાદમાં નિધન થયું છે. એકટરના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, રાજુએ તેના અંતિમ શ્વાસ રવિવારે વહેલી સવારે 3.25 કલાકે લીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ તેમનું નિધન ખરાબ તબિયતના કારણે થયું છે. રાજુને હૈદરાબાદની હોસ્પિટલમાં શનિવારે રાતે વધતી ઉંમરના પગલે થતી સામાન્ય બીમારીના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં વહેલી સવારે 3.25 કલાકે તેમણે જીંદગીનાં અંતિમશ્વાસ લીધા હતા.

    ફિલ્મ ચઈલાકા ગોરીન્કાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી

    રાજુની ઉંમર 86 વર્ષ હતી. તેમના પરિવારમાં હાલ તેમના પત્ની અને ત્રણ પુત્રીઓ છે. તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે કામ કર્યું હતું. તેમનો જન્મ 20 જાન્યુઆરી 1940ના રોજ વેસ્ટ ગોદાવરી જિલ્લાના મોગલતુરમાં થયો હતો. તેમણે 187 જેટલી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. 1966માં ફિલ્મ ચઈલાકા ગોરીન્કાથી તેમણે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કર હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. તેઓ ટોલિવુડ સ્ટાર પ્રભાસના કાકા છે.

    1990થી 2000 સુધી રાજકારણમાં પણ સક્રિય રહ્યાં

    છેલ્લે ક્રિષ્નમ રાજુ રાધેશ્યામ ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમણે જીવના તરંગાલુ, ભકતકાનાપ્પા, બોબીલી, બહ્મમાના, બાવા બાવામરીડી સહિતની જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. રાજુ ટોલિવુડ પ્રોડ્યુસર પણ હતા. તેમણે ગોપી ક્રિષ્ના બેનર હેઠળ ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેઓ 1990થી 2000 સુધી રાજકારણમાં પણ સક્રિય રહ્યાં હતા. તેઓ નરસપુર અને કાકિનાડામાંથી બીજેપીના સંસદ પણ રહી ચુક્યા છે. બાદમાં તેઓ મેગા સ્ટાર ચિંરનજીવીની PRPમાં જોડાયા હતા અને 2009માં નરસાપુર ખાતેથી ચૂંટણી લડી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Actors, Tollywood, Tollywood Actress

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन