Home /News /entertainment /

RRR થી લઈ Upiri, ટોલીવુડની મલ્ટીસ્ટારર ફિલ્મ, જાણો આ ફિલ્મોનું બોક્સઓફિસ પર કેવું રહ્યું પ્રદર્શન

RRR થી લઈ Upiri, ટોલીવુડની મલ્ટીસ્ટારર ફિલ્મ, જાણો આ ફિલ્મોનું બોક્સઓફિસ પર કેવું રહ્યું પ્રદર્શન

ટોલીવુડ ફિલ્મ્સ બોક્સ ઓફિસ કલેક્શન

tollywood movies box office collection : છેલ્લા થોડા વર્ષોમાં મલ્ટી-સ્ટારર્સ ફિલ્મોનો ટ્રેન્ડ પાછો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વેંકટેશ મલ્ટી સ્ટારર ફિલ્મોની સ્ટોરી લખનાર પ્રથમ રાઈટર હતા. RRR ફિલ્મના કારણે રામ ચરણ (Ram Charan) અને જુનિયર NTR (JR NTR) પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા મળ્યા છે. જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અજય દેવગણ (Ajay Devgn) સહાયક ભૂમિકામાં નજરે પડ્યા

વધુ જુઓ ...
    tollywood movies box office collection : એક સમય એવો હતો, જ્યારે NTR, ANN, શોભન બાબુ, કૃષ્ણા અને કૃષ્ણા રાજુ જેવા ટોચના તેલુગુ કલાકારોએ એકસાથે કામ કર્યું હતું. તેમના કોલાબ્રેશન માત્ર અસાધારણ સફળતા જ હાંસલ નથી કરી, પરંતુ રેકોર્ડ બુક પણ બનાવી દીધી છે. જોકે તેલુગુ સિનેમા (Telugu cinema)માં મલ્ટી-સ્ટારર ફિલ્મોની સંખ્યામાં સતત ઘટાડો થતો ગયો.

    છેલ્લા થોડા વર્ષોમાં મલ્ટી-સ્ટારર્સ ફિલ્મોનો ટ્રેન્ડ પાછો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વેંકટેશ મલ્ટી સ્ટારર ફિલ્મોની સ્ટોરી લખનાર પ્રથમ રાઈટર હતા. પવન કલ્યાણ, રામ ચરણ, વરુણ તેજા અને નાગાર્જુને છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ મલ્ટી-સ્ટાર ફિલ્મોમાં કામ કર્યું છે અને બોક્સ ઓફિસ પર પણ તેમની ફિલ્મોએ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. RRR ફિલ્મના કારણે રામ ચરણ અને જુનિયર NTR પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા મળ્યા છે. જેમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ સહાયક ભૂમિકામાં નજરે પડ્યા હતા. એક નજર કરીએ છેલ્લા દસ વર્ષમાં મલ્ટિ-સ્ટારર્સ કેવા રહ્યા છે.

    1) સીથમ્મા વકિતમાં સિરીમલ્લી ચેટ્ટુઃ શ્રીકાંત અડ્ડાલાએ આ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી, જેમાં વેંકટેશ અને મહેશ બાબુ એક સાથે સ્ક્રિન શેર કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2013માં સંક્રાંતિના દિવસે રિલીઝ કરાઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું હતું અને ફિલ્મને સફળતા મળી હતી.

    2) મસાલા: અન્ય એક મલ્ટી-સ્ટારર ફિલ્મ મસાલા જેમાં વેંકેટેશ દ્વારા અભિનય કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. વિજય ભાસ્કર દ્વારા ડાયરેક્ટેડ આ ફિલ્મમાં રામ ચરણ સેકન્ડ લીડ રોલમાં જોવા મળ્યા હતા. જો કે બોલ બચ્ચનનની આ રીમેક બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

    3) માનમ: આ ફિલ્મમાં આખો અક્કીનેની પરિવાર સ્ટાર કાસ્ટનો ભાગ હતો. આ ફિલ્મમાં નાગાર્જુન, નાગા ચૈતન્ય અને નાગેશ્વર રાવે અભિનય કર્યો હતો. આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થઈ હતી અને તેને અપાર સફળતા મળી હતી..

    4) ગોપાલા ગોપાલા: આ ફિલ્મ બોલીવુડ ફિલ્મ ઓહ માય ગોડની રીમેક હતી અને પવન કલ્યાણે આમાં અક્ષય કુમાર દ્વારા ભજવવામાં આવેલ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ 2015 માં સંક્રાંતિ પર રિલીઝ થઈ હતી. ફિલ્મનું ડાયરેક્શન ડેલી દ્વારા કરવામાં આવ્યું હતું.

    5) ઉપિરી: નાગાર્જુન અને કાર્તિ સ્ટારર ફિલ્મ ઉપિરીનું ડાયરેક્શન વંશી પૈડિપલ્લીએ કર્યું હતું. આ ફિલ્મ ફ્રેન્ચ ફિલ્મ અનટચેબલ્સની રીમેક હતી. આ ફિલ્મે તેલુગુ અને તમિલ બંને ભાષામાં લોકપ્રિયતા મેળવી હતી

    6) દેવદાસ: નાગાર્જુન અને નાની અભિનીત આ મલ્ટી સ્ટારર ફિલ્મ ફ્લોપ રહી હતી. આ ફિલ્મ શ્રીરામ આદિત્ય દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી.

    7) F2: અનિલ રવિપુડીની બ્લોકબસ્ટર મલ્ટી-સ્ટારર F2 માં વેંકટેશ અને વરુણ તેજ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી. જેમાં પેટા, વિનય વિદ્યા રામા અને NTR કથાનાયકુડુની સફળ સ્ટારકાસ્ટ જોવા મળી હતી.

    8) બંગરાજુ: નાગાર્જુન અને નાગા ચૈતન્ય અભિનીત આ ફિલ્મ આ વર્ષે સંક્રાંતિ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ એક સિક્વલ હતી.

    9) ભીમલા નાયક: ભીમલા નાયક પહેલી ફિલ્મ હતી, જેમાં પવન કલ્યાણ અને રાણા દગ્ગુબાતી એક સાથે જોવા મળ્યા હતા. ત્રિવિક્રમ દ્વારા લખાયેલ સાગર કે ચંદ્ર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર 98 કરોડની કમાણી કરી હતી.

    આ પણ વાંચોRRR vs Baahubali 2: શું Prabhas ની બાહુબલી 2 ખરેખર Ram Charan-jr NTR ની ફિલ્મથી પાછળ રહી ગઈ? શું છે સત્ય?

    10) RRR: રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનીત SS રાજામૌલીની RRR એ માત્ર ત્રણ દિવસમાં રૂ. 500 કરોડની કમાણી કરી. બોક્સઓફિસ પર આ ફિલ્મ બ્લોકબસ્ટર બનવા માટે તૈયાર છે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, RRR Movie, Tollywood

    આગામી સમાચાર