જરૂરિયાતમંદોની મદદ માટે સોનુ સૂદે પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકી, જાણો કેટલી છે કિંમત

સોનું સૂદ

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે સાબિત કરી દીધું છે કે તે એક સારા અભિનેતા હોવા ઉપરાંત એક સારો માણસ પણ છે. લોકડાઉન દરમિયાન, સોનુ મદદ માટે આગળ આવ્યો અને ગરીબ પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી.

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ (Bollywood) એક્ટર (Actor) સોનુ સૂદ (Sonu Sood)ને ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. અભિનેતા સોનુ સૂદે મુંબઈ (Mumbai)માં તેની આઠ પ્રીમિયમ મિલકતો (Property) ગીરવે મૂકી છે. તેમની મિલકતોમાં બે દુકાનો (Shops) અને છ ફ્લેટ (Flats)નો સમાવેશ થાય છે.

  બોલિવૂડ એક્ટર સોનુ સૂદે સાબિત કરી દીધું છે કે તે એક સારા અભિનેતા હોવા ઉપરાંત એક સારો માણસ પણ છે. લોકડાઉન દરમિયાન, સોનુ મદદ માટે આગળ આવ્યો અને ગરીબ પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી. તેમના આ મહાન કાર્યની સમગ્ર દેશે પ્રશંસા કરી છે. હવે તેને વાસ્તવિક જીવનમાં પણ 'હીરો' માનવામાં આવે છે. મની કંટ્રોલમાં એક અહેવાલ મુજબ, અભિનેતાએ તેની આઠ પ્રીમિયમ મિલકતો જરૂરિયાતમંદો માટે ગીરવે મૂકી છે. જેની કિંમત લગભગ 10 કરોડ છે.

  સોનુ સૂદની આ મિલકતોમાં બે દુકાનો અને છ ફ્લેટનો સમાવેશ થાય છે. જે મુંબઈ જુહુમાં આવેલ છે. રિપોર્ટ અનુસાર, આ કરાર પર 15 સપ્ટેમ્બરે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તે 24 નવેમ્બરના રોજ નોંધાયેલું હતું. મુંબઈમાં, આ ઈમારત એબી નાયર રોડ પર ઈસ્કોન મંદિર પાસે આવેલી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે લોન મેળવવા માટે રજિસ્ટ્રેશન ફી તરીકે 5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

  રિતેશ મહેતા, સિનિયર ડાયરેક્ટર અને હેડ-વેસ્ટ ઈન્ડિયા, રેસિડેન્શિયલ સર્વિસિસ, JLL ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “આ પ્રીમિયમ પ્રોપર્ટી અભિનેતા અને તેની પત્નીના નામે રહેશે અને તેઓને માસિક ભાડું મળવાનું ચાલુ રહેશે, જો કે, તેમને ઉધાર લીધેલા રૂ. 10 કરોડનું વ્યાજ અને મૂળ રકમની ચૂકવણી કરવી પડી શકે છે.

  સોનુ સૂદે ઓગસ્ટમાં એક ટ્વિટમાં કહ્યું હતું કે, તેમની પાસે મદદ માટે હજારો મેસેજ આવ્યા છે. પરંતુ મનુષ્ય તરીકે, તેમને દરેક જગ્યાએ પહોંચવું શક્ય નથી. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરશે. તેણે એમ પણ લખ્યું કે તે એવા લોકોની માફી માંગે છે જેમના મેસેજ તે જોઈ શક્યા નથી.

  આ પણ વાંચોShah Rukh Khan: શાહરૂખ ખાનના ખાસ મિત્રો, જેમણે તેનો સાથ ક્યારેય ના છોડ્યો

  તમને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન સોનુ સૂદે દરેક રીતે મદદ કરી, ઘરે પહોંચવા માટે પોતાના પૈસાથી બસોની વ્યવસ્થા કરી, તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરી અને તેમના માટે રોજગારની પણ વ્યવસ્થા કરી.
  Published by:kiran mehta
  First published: