TMKOC: ‘બબીતાજી’ બાદ ‘ટપ્પુ’એ રિલેશનશિપના અહેવાલો પર મૌન તોડ્યું, ગુસ્સામાં કહી આ વાત

મુનમુન દત્તા અને રાજ અનડકટ એકબીજા સાથે ડેટ કરી રહ્યા હોવાના અહેવાલોએ વેગ પકડ્યું છે. (તસવીર સાભાર-@raj_anadka/@mmoonstar)

Raj Anadkatએ Munmun Dutta સાથેના અફેરના અહેવાલો પર ગુસ્સો વ્યક્ત કરતાં Instagram પર ગુસ્સામાં આ વાત કહી છે

  • Share this:
    મુંબઈ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી શો વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવી રહ્યો છે. વર્ષ 2008માં શુર થયેલો આ શો હજુ પણ દર્શકોમાં ઘણો લોકપ્રિય છે. શોના તમામ કલાકારો પણ દરેક ઘરમાં પોતપોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂક્યા છે. શોમાં બબીતાજીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા (Munmun Dutta) હાલના દિવસોમાં પોતાના પાત્રની સાથોસાથ શોમાં ‘ટપ્પુ’નું (Tappu) પાત્ર ભજવતા રાજ અનડકટની Raj Anadkat) સાથે પોતાના રિલેશનશિપને લઈ ચર્ચામાં છે. જેને લઈને હાલમાં જ અભિનેત્રીએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.

    મુનમુન દત્તાએ પોતાના વિશે પ્રકાશિત કરવામાં આવી રહેલા અહેવાલોને લઈ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પોતાની પોસ્ટમાં તેણે સોશિયલ મીડિયા યૂઝર્સની કોમેન્ટસ અને મહિલઓની ઉંમર પર સતત નિશાન સાધનારાઓનો ઉધડો લીધો છે. મુનમુન દત્તાના આ પગલાં બાદ હવે રાજ અનડકટે પણ સોશિયલ મીડિયા પર અફેરના સમાચારોને લઈ નારાજગી વ્યક્ત કરી છે. રાજ અનડકટે એક પોસ્ટ શેર કરી છે.

    રાજ અનડકટે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી છે. (તસવીર સાભાર- ઇન્સ્ટાગ્રામ- @raj_anadka)


    પોસ્ટમાં તેણે લખ્યું છે કે, જે પણ લોકો મારા વિશે જે પણ લખી રહ્યા છે, જરા વિચારો કે આપની આ બનાવટી ખબરોને કારણે મારી જિંદગી પર શું અસર પડી રહી છે. મારો મત જાણ્યા વગર તમે મારા વિશે કંઈ પણ લખી રહ્યા છો. જે પણ ક્રિએટિવ લોકો મારા વિશે લખી રહ્યા છે. તેઓ પોતાની ક્રિએટિવિટી બીજે ક્યાંય દર્શાવે. ભગવાન તે લોકોને થોડી સદબુદ્ધિ આપે.

    આ પણ વાંચો, Sidharth Shukla સાથે વિશાલ આદિત્ય સિંહની આવી હતી છેલ્લી મુલાકાત, મોતના 2 દિવસ પહેલા કહી હતી આ વાત

    આ પહેલા મુનમુન દત્તાએ રવિવારે સતત બે પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે ત્યાં સુધી કહી દીધું હતું કે પોતાને ભારતની દીકરી કહેવામાં પણ તેને શરમ આવવા લાગી છે. મુનમુને ખોટા સમાચારો લખનાર લોકોની ક્લાસ લેતા કહ્યું કે, તમે કોઈના પણ વિશે આવું કેવી રીતે લખી શકો. જો અમારા જીવનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તો શું તમે તેની જવાબદારી લો છો? આપના આ મજાકથી કોઈ પર શું વીતે છે, તે કોઈને પ્રેરિત કરે છે કે માનસિક રીતે તોડી દે છે. તેની ચિંતા આપને ક્યારેય નથી થઈ.

    આ પણ વાંચો, TMKOC: બબીતાજીનો ઓપન લેટર, કહ્યું- આજે પોતાને ભારતની દીકરી કહેવા પર આવે છે શરમ

    મુનમુન દત્તા આ એક્ટરને ડેટ કરી ચૂકી છે

    મુનમુનનાં અંગત જીવન વિશે પણ એવી વાતો છે કે, આ પહેલાં પણ મુનમુન દત્તા ટીવી એક્ટર વિનય જૈન સાથે લગ્ન કરવા મામલે ચર્ચામાં રહી છે. વિનયે સ્વાભિમાન, આંધી, ઇશ્ક સુભાન અલ્લાહ, દેખ તમાશા દેખ જેવાં ટીવી શોમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનય અને મુનમુન તે દિવસોમાં ઘણી વખત જાહેરમાં જોવા મળતા હતાં તેઓ ઘણો સમય સાથે વિતાવતા હતાં અને અવાર નવાર પબ્લિકલી પણ દેખાતા હતાં.
    Published by:Mrunal Bhojak
    First published: