Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતાજી'એ શેર કરી REEL, 'ટપ્પૂ'ની કમેન્ટ ચર્ચામાં

@mmoonstar/ @raj_anadkat)

મુનમુન દત્તા (Munmun Dutta)નો વીડિયો સૌથી વધુ ચર્ચામાં છે. TMKOCનાં સહ-કલાકાર રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે ટપ્પૂની કમેન્ટ કરી. વીડિયો પર પ્રતિક્રિયા આપતાં રાજે તેનાં પર કમેન્ટ કરતી છે. જે ચર્ચામાં છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chasmah)ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta)ની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે. મુનમુન દત્તા જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીર કે વીડિયો શેર કરે છે. ત્યારે તેને શેર કરતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. આ વચ્ચે મુનમુન દત્તાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક શાનદાર રીલ શેર કરી છે જે હવે ચર્ચામાં છે. મુનમુન દત્તા (Munmun Dutta Video)નો આ વીડિયો ઘણાં યૂઝર્સે કમેન્ટ કરતાં તેનાં સુંદર લૂકનાં વખાણ કર્યાં છે.

    આ પણ વાંચો- દિલીપ કુમારને અંતિમ વિદાય આપતા સમયે પાર્થિવદેહને ગળે લગાવી ખુબ રડ્યા સાયરા બાનો

    પણ, મુનમુન દત્તાનો આ વીડિયો સૌથી વધુ ચર્ચામાં છે. TMKOCનાં સહ-કલાકાર રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે ટપ્પૂએ કમેન્ટ કરી છે. વીડિયો પર પ્રતિક્રિયા આફતાં રાજે એક વખત ફરી ચર્ચામાં આવી ગઇ છે. તેણે મુનમુન દત્તાનાં આ વીડિયો પર કમેન્ટ કરતાં એક અચંભિત અને હાઇ ફાઉવ ઇમોજી પોસ્ટ કરી છે. તેણે કમેન્ટ કરી હવે સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. યૂઝર્સ તેને તેનાંથી મોટી ઉંમરની મહિલાનાં વીડિયો પર આ પ્રકારની કમેન્ટ પર ટ્રોલ થઇ રહ્યો છે.








    View this post on Instagram






    A post shared by ‍♀️ (@mmoonstar)






    વધુ એક યૂઝરે રાજ અનડકટે કમેન્ટ કરી પ્રતિક્રિયા આપતાં લખ્યું છે, 'તે તારી આન્ટી છે' અન્ય એકે લખ્યું, 'આ શું છે ', આપને જણાવી દઇએ કે, મુનમુન દત્તા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા અઇય્યરનાં કિરદારમાં નજર આવે છે. હવે તેને ઘર ઘરમાં ઓળખ મળી ગઇ છે. મુનમુન દત્તા ઘણી વખત તેનાં શો તારક મેહતા..નાં બિહાઇન્ડ ધ સીન્સ અને તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

    મુનમુન દત્તા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં 2008થી બબીતા અઇય્યરનાં રોલમાં છે. તેણે વર્ષ 2004માં 'હમ સબ બારાતી'થી કરિઅરની શરૂઆત કરી હતી. ગત દિવસોમાં મુનમુન દત્તા વિવાદોમાં છે. એક્ટ્રેસ વિરુદ્ધ જૂનમાં હરિયાણાનાં હિસાર અને હાંસીની સાથે જ દેશનાં ચાર અલગ અલગ રાજ્યોમાં એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો.
    Published by:Margi Pandya
    First published: