TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી આ નવા શોમાં શૈલેષ લોઢા કરશે કોમેડી, જાણો સંપૂર્ણ વિગત
TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી આ નવા શોમાં શૈલેષ લોઢા કરશે કોમેડી, જાણો સંપૂર્ણ વિગત
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી આ નવા શોમાં શૈલેષ લોઢા કરશે કોમેડી, જાણો સંપૂર્ણ વિગત
Shailesh Lodha new Show: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળેલા અભિનેતા અને કવિ શૈલેષ લોઢા હવે શોમાંથી બહાર થઈ ગયા છે. તેણે પોતાના નવા શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Maheta ka oolta chashma - TMKOC) માં છેલ્લા 14 વર્ષથી તારક મહેતાની મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા અને કવિ શૈલેષ લોઢા (Shailesh Lodha) એ આ શોને અલવિદા કહી દીધું છે. છેલ્લા 1 મહિનાથી શૈલેષે આ શો માટે શૂટિંગ કર્યું નથી અને હવે એવા અહેવાલ છે કે શૈલેષે શોમાં પાછા નહીં આવવાનું મન બનાવી લીધું છે. હવે નવા સમાચાર એ છે કે શૈલેશે જૂનો શો છોડી દીધો છે એટલું જ નહીં, પોતાના નવા શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. હા, શૈલેષ લોઢા ફરી એકવાર ટીવી પર દર્શકોને હસાવતા જોવા મળશે. શૈલેષ લોઢા હવે SAB ટીવી છોડીને શેમારો ટીવી સાથે જોડાયા છે.
તારક મહેતા (Tarak Maheta ka oolta chashma) નું પાત્ર ભજવનાર કવિ અને અભિનેતા શૈલેષ લોઢા (Tarak- Shailesh lodha) હવે એક નવા શોમાં જોવા મળવાના છે, જેના માટે તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.
શો સાથે સંબંધિત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ શો એક કોમેડી કવિ સંમેલન હશે, જેને શૈલેષ લોઢા હોસ્ટ કરતા જોવા મળશે. શૈલેષનો આ નવો શો શેમારૂ ટીવી પર પ્રસારિત થશે. જો કે આ શોમાં કોઈ સ્પર્ધા નહીં હોય, પરંતુ દેશના ઘણા જાણીતા કવિઓ તેનો ભાગ બનશે.જો કે આ શોનું નામ શું હશે, તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ શો જૂનમાં શેમારો ટીવી પર ટેલિકાસ્ટ થશે.
તમને યાદ અપાવીએ કે આ પહેલા પણ શૈલેષ SAB ટીવી પર 'વાહ વાહ ક્યા બાત હૈ' નામનો કોમેડી કવિ સંમેલન કોન્સેપ્ટ શો હોસ્ટ કરી ચૂક્યા છે.
એવા અહેવાલો છે કે શૈલેષ લોઢા 'તારક મહેતા...'ના નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલા તેના કોન્ટ્રાક્ટથી ખુશ ન હતા અને આ જ કારણ છે કે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા આ શોમાં તારક મહેતાની પત્ની અંજલિ તારક મહેતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મહેતા, સોઢી બનેલા ગુરચરણ સિંહ, દિશા વાકાણી જેવા ઘણા પાત્રોએ આ શોથી દૂરી બનાવી લીધી છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર