તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: 'ટપુ' અને 'તારક મહેતા' એ સિરિયલનો સાથ છોડ્યો, પ્રોડ્યુસરનો નિયમ છે કારણ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: 'ટપુ' અને 'તારક મહેતા' એ સિરિયલનો સાથ છોડ્યો, પ્રોડ્યુસરનો નિયમ છે કારણ
પ્રોડ્યુસરના નિયમના કારણે બંનેએ સિરિયલનો સાથે છોડ્યો.
થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢા આ શોમાં જોવા મળશે નહીં. જોકે હજી સુધી પ્રોડ્યુસર કે એક્ટરે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. રિપોર્ટના અનુસાર, હવે એવી વાત સામે આવી છે કે સિરિયલમાં તારક મહેતાના રોલમાં શૈલેષ લોઢા હવે ક્યારેય જોવા મળશે નહીં.
થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢા આ શોમાં જોવા મળશે નહીં. જોકે હજી સુધી પ્રોડ્યુસર કે એક્ટરે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. રિપોર્ટના અનુસાર, હવે એવી વાત સામે આવી છે કે સિરિયલમાં તારક મહેતાના રોલમાં શૈલેષ લોઢા હવે ક્યારેય જોવા મળશે નહીં. જો કે એપિસોડના અંતમાં આવતા પોતાના મોનોલોગ માટે તે અત્યારે પણ શૂટ કરી રહ્યો છે.
પ્રોડ્યુસરનો કોન્ટ્રાક્ટ છે કારણ
ઈ- ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. પ્રોડ્યુસર અસિત મોદીએ સિરિયલના કલાકારો માટે એક નિયમ રાખ્યો છે. આ નિયમ હવે કલાકારોને અકળાવી રહ્યો છે. આ જ નિયમને કારણે સિરિયલના બે કલાકારે શો છોડી દીધો છે. કોન્ટ્રાક્ટના હિસાબથી તારક મહેકા કા ઉલ્ટા ચશ્માના એક્ટર્સ જ્યાં સુધી શો કરી રહ્યા છે તેઓ કોઈ બીજું કામ નહીં કરી શકે, પછી ભલે મહિનાના 17 દિવસ ખાલ બેસી રહેવું પડે. આ કારણે ઘણા એક્ટર્સ શોથી ખુશ નહોતા અને કેટલાકે શો છોડી દીધો.
મહિનામાં શૈલેષ લોઢાને 15 દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જો તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કોન્ટ્રાક્ટે એવા ઘણા એક્ટર્સ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે, જે શો પછી બાકીના સમયમાં ખાલી નથી બેસવા માગતા.
રાજ અનડકટે પણ આ જ કારણે શો છોડ્યો
રિપોર્ટ એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટપુની ભૂમિકા કરનાર રાજ અનડકટે પણ આ જ કારણે શો છોડ્યો. તેણે પણ તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા સિવાય સાથે બીજા પ્રોજેક્ટ્સ કરવાની માગણી કરી હતી, પરંતુ તેની વિનંતીને નકારી કાઢવામાં આવી. આ જ કારણ છે કે તે હવે એક મ્યુઝિક વીડિયો કરી રહ્યો છે અને કદાચ ટૂંક સમયમાં ફિલ્મોમાં પણ જોવા મળશે. રાજને પણ શોમાં પરત લાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ એ પ્રયાસો કામ લાગ્યા નહીં.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર