Home /News /entertainment /

હિરાબાનાં જન્મ દિવસની ઉજવણીમાં પહોચ્યાં 'તારક મેહતા'નાં પ્રોડ્યુસર અસિત મોદી, કહ્યું- 'મારુ બાળપણ વડનગરમાં વિત્યું છે'

હિરાબાનાં જન્મ દિવસની ઉજવણીમાં પહોચ્યાં 'તારક મેહતા'નાં પ્રોડ્યુસર અસિત મોદી, કહ્યું- 'મારુ બાળપણ વડનગરમાં વિત્યું છે'

અસિત મોદીએ જણાવ્યું વડનગર સાથેનું કનેક્શન

Tarak Mehta Ka Ooltah Chashmah: 'આસિત મોદી' (Asit Modi) જે સબ પરનાં લોકપ્રિય ટીવી શૉ 'તારક મેહતા કા ઉલટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah)નાં પ્રોડ્યુસર છે. વડનગરનાં હાટકેશ્વર મહાદેવનાં પ્રાંગણમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ પણ હાજરી આપી હતી. આ ફંક્શન બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી શૉ 'તારક મેહતા કા ઉલટા ચશ્મા'નાં (Tarak Mehta Ka Ooltah Chashmah) પ્રોડ્યુસર અસિત મોદી (Asit Modi) ગત રોજ વડનગરનાં (Vadnagar) મહેમાન બન્યા હતાં. તેઓ PM મોદીની માતા હિરાબાનાં જન્મ દિવસે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણાં દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. જેમાં એક વ્યક્તિ ખાસ હતાં 'આસિત મોદી' જે સબ પરનાં લોકપ્રિય ટીવી શૉ 'તારક મેહતા કા ઉલટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah)નાં પ્રોડ્યુસર છે. વડનગરનાં હાટકેશ્વર મહાદેવનાં પ્રાંગણમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ પણ હાજરી આપી હતી. આ ફંક્શન બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, 'મારુ બાળપણ વડનગરમાં પસાર થયું છે. અહીંની લાઇબ્રેરી, બજાર, તાળવ બધે મારુ બાળપણ વિત્યું છે. ઘણી યાદો છે વડનગરની. અહીંનો દરબાર બધુ જ યાદ છે.. ઘણાં વર્ષો સુધી વડનગર ઉતરાયણ કરવાં પણ આવતો હતો. મારું વડનગરમાં ઘર પણ છે. હું વડનગરનો છું તેનો મને ગર્વ થાય છે. '

    આ પણ વાંચો-શૉ છોડ્યા પછી દયાબેને ક્યારેય નથી કરી જેઠાલાલ સાથે ફોન પર વાત, જુઓ શું બોલ્યા દિલીપ જોશી

    વડનગર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આજે અમારા માટે તો અવસરનો દિવસ છે. આપણાં લોકલાડીલા વિશ્વમાં પ્રસિદ્ધ દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાનો આજે જન્મ દિવસ છે. આજે તેઓ 100માં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે. તેઓ શતાયુ થયા છે. તે એ માતા છે જેમના કુખે વડાપ્રધાન મોદી જેવી હસ્તીનો જન્મ થયો છે. આજનો દિવસ ખુબ ખાસ છે.



    વડનગર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, હું એ ગામનો છું જ્યાનાં પ્રધાનમંત્રી મોદી છે તે વાતથી જ આત્મ સન્માનની લાગણી થઇ જાય છે. આ ગૌરવની વાત છે. આ વાત થાય તો જ છાતી 56ની નહીં પણ 112ની થઇ જાય. વડનગરનો હોવાથી PM મોદીનાં પરિવાર સાથે સારા સંબંધ છે અને હું પોતે આ ગામનો વતની છું તેની લાગણી અપાર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Asit modi, Tarak mehta ka ooltah chashmah, TMKOC

    આગામી સમાચાર