બબીતા જી નો રેમ્પ વોક જોઈને ફિદા થઇ જશે જેઠાલાલ, જુઓ મુનમુન દત્તાનો VIDEO

(ફોટો સાભાર - @MunmunDutta instagram

મુનમુન દત્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે

 • Share this:
  મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શો (Taarak Mehta Ka Ooltah Chashmah)ની બબીતા જી (Babita Ji)એટલે કે મુનમુન દત્તા છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ચાલી રહી છે. થોડાક દિવસો પહેલા સોશિયલ મીડિયા દ્વારા મુનમુન દત્તા (Munmun Dutta) દ્વારા કથિત રીતે કરેલી જાતિવાદ ટિપ્પણી પછી દેશના ઘણા રાજ્યોમાં નોંધાયેલા કેસને એક સ્થાને ટ્રાન્સફર કરવાની માંગ થઇ રહી હતી. જે પછી સુપ્રીમ કોર્ટથી અભિનેત્રીને રાહત મળી છે. આ બધાની વચ્ચે તેણે હાલમાં જ ઇંસ્ટાગ્રામ પર રેમ્પ વોક કરતો એક વીડિયો શેર કર્યો છે.

  મુનમુન દત્તાએ હાલમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક સુંદર તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. શેર કરેલા વીડિયોમાં અભિનેત્રી ગ્રીન કલરના ગાઉનમાં રેમ્પ વોક કરતી જોવા મળે છે. વીડિયો પછી મુનમુને બેક ટૂ બેક પ્રશંસકોને ઇમ્પ્રેસ કરવાવાળી તસવીર પણ શેર કરી છે. મુનમુન દત્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.
  View this post on Instagram


  A post shared by ‍♀️ (@mmoonstar)


  આ પણ વાંચો - અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, ગુરુવારથી નવી કિંમતો લાગુ થશે

  વીડિયોમાં તે હોટ અંદાજમાં સ્લો-મો ક્લિપમાં, પોતાના મોડલ વોકને દેખાડતી જોવા મળે છે. આસપાસનો નજારો જોઈને એવું લાગે છે કે આ કોઇ રેસ્ટોરન્ટ છે. હાઇ સ્લિટ ગ્રીન કલર રંગના ગાઉનમાં મુનમુન ઘણી મોહક લાગી રહી છે. તેણે શેર કરતા કેપ્શનમાં લખ્યું કે થોડા રનવે મૂમેન્ટ. આ વીડિયો પર પ્રશંસકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

  મુનમુન દત્તા 2008થી 'TMKOC'માં બબીતા ઐયરની ભૂમિકા ભજવી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોસ્ટથી એન્ટરટેઇન કરે છે.
  Published by:Ashish Goyal
  First published: