Home /News /entertainment /

લગ્નમાં દિલીપ જોશીની પુત્રી નિયતીએ કર્યા ગ્રે વાળ, કરણની પાર્ટી બાદ બોલિવૂડમાં કોરોનાની લહેર

લગ્નમાં દિલીપ જોશીની પુત્રી નિયતીએ કર્યા ગ્રે વાળ, કરણની પાર્ટી બાદ બોલિવૂડમાં કોરોનાની લહેર

લગ્નમાં દિલીપ જોશીની પુત્રી નિયતીએ કર્યા ગ્રે વાળ, કરણની પાર્ટી બાદ બોલિવૂડમાં કોરોનાની લહેર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિલીપ જોશી(Dilip Joshi)ની પુત્રી નિયતિ જોશી (Niyati joshi)ના લગ્ન તાજેતરમાં જ યશોવર્ધન મિશ્રા સાથે થયા. ફિલ્મ કભી ખુશી કભી ગમના 20 વર્ષની ઉજવણી કરવા માટે કરણ જોહરના નિવાસસ્થાને એક પાર્ટીમાં હાજરી આપી હતી. ત્યાર બાદથી સંક્રમણનો આ સિલસિલો ચાલ્યો છે.

વધુ જુઓ ...
  દેશમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમીક્રોન (Omicron Variant)ના વધી રહેલા કેસો વચ્ચે મહારાષ્ટ્રમાં બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ સંજય કપૂર(Sanjay Kapoor)ની જુહુ બિલ્ડીંગને સીલ કરી દીધી હતી. અભિનેતાની પત્ની મહિપ કપૂર (Mahip Kapoor) કોવિડ-19 પોઝિટીવ (Covid-19) આવતા તે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યો હતો. મહિપ અને સંજયના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમના RTPCR રીપોર્ટ્સની રાહ જોવાઇ રહી છે. આ પહેલા બીએમસીએ કરીના કપૂર(Kareena Kapoor) અને અમૃતા અરોરા (Amruta Arora) બંને કોરોના પોઝિટીવ આવતા તેમના ઘરોને પણ સીલ કર્યા હતા. તેમની નજીકની મિત્ર સીમા ખાન પણ પોઝિટીવ આવી હતી. કરીનાએ તેની આઇકોનિક ફિલ્મ કભી ખુશી કભી ગમના 20 વર્ષની ઉજવણી કરવા માટે કરણ જોહરના નિવાસસ્થાને એક પાર્ટીમાં હાજરી આપી હતી. ત્યાર બાદથી સંક્રમણનો આ સિલસિલો ચાલ્યો છે.

  નો વે હોમનું પ્રીમિયર – લોસ એન્જલસમાં નો વે હોમનું પ્રીમિયર યોજાયું હતું, જે ભારતમાં 16 ડિસેમ્બરના રોજ રીલીઝ થશે. આ દરમિયાન ટોમ હોલાન્ડ પ્રેસ સાથે વાતચીત કરી રહ્યો હતો અને ઝેન્ડાયાએ રેડ કાર્પેટ પર એન્ટ્રી કરીને ફોટોઝ માટે સુંદર પોઝ આપ્યા હતા. તેણીએ ન્યૂડ શેડ હાઇ સ્લિટ ગાઉન પહેર્યુ હતું. ઝેન્ડાયાએ ત્યાં હાજર સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ. ઝેન્ડાયાના આગમન સાથે જ લોકો જોરશોરથી તાળીઓ પાડી તેને પ્રોત્સાહિત કરી રહ્યા હતા અને ટોમનું ધ્યાન પણ વાતચીતમાંથી ભટકી ગયું અને તેણે કહ્યું કે, મને લાગે છે ઝેન્ડાયા આવી ગઇ છે. તે નક્કી ઝેન્ડાયા જ છે.

  વિવાદોમાં ઘેરાઇ જેક્લિન ફર્નાન્ડિસ – અમુક આરોપોને લઇને અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસ હાલ હેડલાઇન્સમાં છવાયેલી છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેક્લિનનું નામ પણ સામે આવ્યું છે. તેને મુંબઈના એરપોર્ટ પર ED અધિકારીઓ દ્વારા વિદેશ જવાથી અટકાવવામાં આવી હતી. અભિનેત્રીને તાજેતરમાં જ 8 ડિસેમ્બરના રોજ આ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. જોકે, આ વિવાદો વચ્ચે અભિનેત્રીએ પ્રોફેશનલ મોરચે ફરી કામ શરૂ કર્યું છે.

  દિલીપ જોશીની પુત્રીના લગ્ન - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિલીપ જોશી(Dilip Joshi)ની પુત્રી નિયતિ જોશી (Niyati joshi)ના લગ્ન તાજેતરમાં જ યશોવર્ધન મિશ્રા સાથે થયા હતા અને આ કાર્યક્રમમાં સમગ્ર TMKOC કલાકારોએ હાજરી આપી હતી. તેણીના લગ્નના ફોટાઓ ફેન્સના હૃદયને સ્પર્શી ગયા છે, ખાસ કરીને નિયતિના તેના પિતા સાથેના ફોટા. જો કે, અન્ય એક વસ્તુ જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે તે છે નિયતીએ લગ્ન માટે ગ્રે વાળ(Grey Hair) કર્યા હતા.

  આ પણ વાંચોYear Ender 2021: દિલીપ કુમારથી લઈને સિદ્ધાર્થ શુકલા સુધી આ સેલેબ્સે દુનિયાને કહ્યું અલવિદા

  એક થયા અંકિતા લોખંડે-વિકી જૈન - ટેલિવિઝન અભિનેત્રી અંકિતા લોખંડેએ મંગળવારે, 14 ડિસેમ્બરના રોજ તેના લાંબા સમયથી પ્રેમી રહેલા વિકી જૈન સાથે લગ્ન કર્યાં હતા. 3 દિવસ ચાલેલા લગ્નના સમારોહ બાદ અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી હતી,. મનીષ મલ્હોત્રા દ્વારા હેવી જ્વેલરી સાથે ડિઝાઈન કરેલા સુંદર એમ્બ્રોઇડરી કરેલા ગોલ્ડન લહેંગામાં સજ્જ અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Corona virus Update, Dilip Joshi, Karan johar

  આગામી સમાચાર