Home /News /entertainment /

TMC સાંસદ મિમી ચક્રવર્તી એન નુસરત જહાંએ કર્યો બોલ્ડ ડાન્સ, વીડિયો VIRAL

TMC સાંસદ મિમી ચક્રવર્તી એન નુસરત જહાંએ કર્યો બોલ્ડ ડાન્સ, વીડિયો VIRAL

મિમી ચક્રવર્તી અને નુસરત જહાં

રામગોપાલ વર્માએ વીડિયો શેર કરતાં કહ્યું, આવા MPનું સ્વાગત છે જેને જોઈ આંખોને આટલું સારું લાગી રહ્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી : મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ બનેલી એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી અને નુસરત જહાં લોકસભા ચૂંટણીમાં ઉતરતાની સાથે જ ચર્ચામાં આવી ગઈ હતી. હવે ચૂંટણી જીત્યા બાદ પણ તેમના વિશેની ચર્ચા રોકાવાનું નામ નથી લઈ રહી. સોશિયલ મીડિયા પર ચાલી ચર્ચા ચાલી રહી છે કે બે સુંદર ચહેરા સંસદ પહોંચવાના છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ બંને એક્ટ્રેસનો એક ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ફિલ્મ મેકર રામગોપાલ વર્માએ પણ શેર કર્યો છે, જેમાં મિમી ચક્રવર્તી અને નુસરત જહાં એક અંગ્રેજી ગીત પર બોલ્ડ ડાન્સ મૂવ્સ દર્શાવતી નજરે પડી રહી છે. વીડિયો સારો બનતા બંને ખુશ થાય છે તેવું પણ વીડિયોમાં જોવા મળે છે.

    આ વીડિયોને શેર કરતાં રામગોપાલ વર્માએ લખ્યું કે, Wow Wow Wow!!! બંગાળના નવા એમપી... મિમી ચક્રવર્તી અને નુસરત જહાં. હિન્દુસ્તાન હકીકતમાં ખૂબ પ્રગતિશીલ છે. આવા એમપીનું સ્વાગત છે જેને જોઈને આંખોને આટલું સારું લાગી રહ્યું છે.

    આ પણ વાંચો, ‘આ ફોટોશૂટનું સ્થળ નથી સંસદ છે’, ટ્વિટર પર ટ્રોલ થઈ મિમી અને નુસરત

    ઉલ્લેખનીય છે કે, મિમી ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળની જાધવપુર લોકસભા સીટથી ચૂંટણી જીતી છે. બીજી તરફ, નુસરત જહાંએ બસીરહાટ લોકસભા સીટથી જીત મેળવી છે. થોડા દિવસો પહેલા મિમી ચક્રવર્તી અને નુસરત જહાં સંસદ પહોંચી હતી. આ સ્પેશલ મોમેન્ટની બંને સ્ટોર્સે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. પરંતુ આ તસવીરોના કારણે બંનેને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડ્યું. મૂળે, યૂઝર્સે મિમી ચક્રવર્તી અને નુસરત જહાંની સંસદમાં સેલ્ફી લેવી અને ગ્લેમરસ અંદાજમાં પોઝ આપવા લોકોને હજમ નથી થઈ રહ્યા.








    View this post on Instagram





    Remember your dreams and fight for them🙏 #gratitude #Obliged


    A post shared by Mimi (@mimichakraborty) on




    આ પણ વાંચો, દેશની સૌથી 'સુંદર' સાંસદ! પ. બંગાળથી ચૂંટણી જીતી પહોંચી સંસદ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, Nusrat Jahan, TMC, મમતા બેનરજી, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन