માતા કરીના અને અબ્બા સૈફ સાથે વોક કરવા નિકળ્યો હતો તૈમૂર, ફેન્સને જોઈને પડાવા લાગ્યો 'Go.. Go..'ની બૂમો

વીડિયો પરની તસવીર

કરીના કપૂરે એક વીડિયો શેર કર્યો હતો. તેમની સાથે સૈફ અને તૈમૂર દેખાયા હતા. આ વીડિયો સાથે ફેન્સને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

 • Share this:
  મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અત્યારના દિવસોમાં પોતાના પુત્ર તૈમૂર અને પિતા સૈફ અલી ખાનની (Taimur Ali Khan) સાથે ધર્મશાલામાં (Dharmshala) છે. આ દિવસોમાં તેમની સાથે મલાઈકા અરોડા (Malaika Arora) અને અર્જૂન કપૂર (Malaika Arora) પણ તેમની સાથે છે. અહીં બધાએ ભેગામળીને દિવાળી ઉજવી હતી. તાજેતરમાં કરીના કપૂરે એક વીડિયો શેર કર્યો હતો. તેમની સાથે સૈફ અને તૈમૂર દેખાયા હતા. આ વીડિયો સાથે ફેન્સને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

  હવે તેમના પુત્ર તૈમૂરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૈફ, કરીના ઉપરાંત અર્જૂન કપૂર અને મલાઈકા અરોડા પણ દેખાય છે. વીડિયોમાં તૈમૂર બધા સાથે વોક કરતા દેખાય છે. પરંતુ જેવો જ તે પોતાના આસપાસના ફેન્સને દેખે છે તો તેઓ ચિડાઈ જાય છે અને બધાને જોઈને જોરજોરથી બૂમો પાડવા લાગે છે. તૈમૂર વીડિયોમાં બૂમો પાડતા કહે છે કે 'Go, Go, Go...' તૈમૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તૈમૂર રેડ જેકેટ અને બ્લેક પેન્ટમાં દેખાય છે.

  આ વીડિયોમાં સૈફ પોતાની ભૂત પોલીસની ટીમ અર્જૂન કપૂર, જૈકલિન ફર્નાડિસ અને યામી ગૌતમ સાથે મળીને પોતાના ફેન્સને દિવાળીની શુભેચ્છાઓ આપતા દેખાય છે. આ વીડિયોમાં તૈમૂર પાછળથી અવાજ આવે છે કે અબ્બા શું તમે અહીં આવશો. આ ઉપરાંત તૈમૂર જવાબ આપતા કહે છે કે આ એક સેકેન્ડ. જોકે વીડિયોમાં તૈમૂર દેખાતા નથી. માત્ર તેમનો અવાજ આવી રહ્યો હતો.
  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પિતા સૈફ સાથે તૈમૂર ખેતી કરતા દેખાયો હતો. તૈમૂર અલી ખાન (Taimur Ali Khan Photos) બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો છે. તેનાં જન્મ સમયથી જ તે મીડિયાનો પસંદીદા બાળક રહ્યો છે. મીડિયા અને કમેરાની તેનાં પર હમેશાં નજર રહે છે તે શું કરે છે, શું ખાય છે, શું પહેરે છે ક્યાં જાય છે.. તમામ પર મીડિયાની નજર હોય જ છે.
  View this post on Instagram


  A post shared by Arjun Kapoor (@arjunkapoor)


  તૈમૂરનું મન અન્ય ઘણી જગ્યાએ પરોવાયેલું રહે છે તેને તેનાં માતા-પિતાની જેમ જ ફિલ્મો કે ક્રિકેટ જોવું વધુ પસંદ છે. તૈમૂરનાં માતા-પિતાને એક્ટિંગથી વધુ ફિલ્મો અને ક્રિકેટ જોવી પસંદ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલાંક ફોટો વાયરલ થયા છે જેમાં તૈમૂર સૈફ અલી ખાનની સાથે ખેતરમાં કામ કરતો નજર આવે છે. સૈફ અને તૈમૂર પટોડી પેલેસમાં ખેતી કરતાં નજર આવી રહ્યાં છે.
  Published by:ankit patel
  First published: