Home /News /entertainment /21 વર્ષીય ટિકટોક સ્ટાર મેઘા ઠાકુરનું અચાનક દુનિયાને કીઘું અલવિદા, મોત કારણ નથી આવ્યું સામે
21 વર્ષીય ટિકટોક સ્ટાર મેઘા ઠાકુરનું અચાનક દુનિયાને કીઘું અલવિદા, મોત કારણ નથી આવ્યું સામે
ટિકટોક સ્ટાર મેઘા ઠાકુરનું અચાનક મૃત્યુ
મેઘા ઠાકુરને કેનેડામાં 21 વર્ષની વયે અવસાનના ચાર મહિના પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. જુલાઈ મહિનામાં તેણે પોસ્ટ કરી એક વીડિયોમાં કહ્યું હતું કે, "મને ખરેખર ખરાબ ચિંતા છે, જે તણાવમાં ફેરવાઈ ગઈ, જે હાર્ટ એટેકમાં ફેરવાઈ ગઈ."
લોકપ્રિય ભારતીય મૂળની કેનેડિયન ટિકટોક સ્ટાર, મેઘા ઠાકુર, 24 નવેમ્બરના રોજ કેનેડામાં 21 વર્ષની વયે અવસાન પામી છે. તેણીના મૃત્યુનું કારણ હજુ સુઘી જાણી શકાયું નથી. તેના માતા-પિતાના જણાવ્યા અનુસાર, તેની પુત્રીનું વહેલી તકે "અચાનક અને અણધારી રીતે" મૃત્યુ થયું હતું. નોંધપાત્ર રીતે, મેઘા શરીરની સકારાત્મકતા અને આત્મવિશ્વાસ ફેલાવતુ કન્ટેન્ટ શેર કરવા માટે લોકપ્રિય હતી. તે વેસ્ટર્ન યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની પણ હતી.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં મેઘા દુઃખદ અવસાનની ઘોષણા કરતાં તેના માતા-પિતાએ લખ્યું, “ભારે હૃદય સાથે અમે જાહેરાત કરીએ છીએ કે, અમારા જીવનને પ્રકાશ, અમારી દયાળુ, સંભાળ રાખનારી અને સુંદર પુત્રી મેઘા ઠાકુરનું 24 નવેમ્બર, 2022ના રોજ અચાનક અને અણધારી રીતે વહેલી સવારે અવસાન થયું."
ઇન્સ્ટાગ્રામ પર સ્વર્ગસ્થ ટિકટોક સ્ટારના માતાપિતા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ પર
તેઓએ આગળ લખ્યું, “આ સમયે, અમે મેઘા માટે તમારા આશીર્વાદની વિનંતી કરીએ છીએ. તમારા વિચારો અને પ્રાર્થના તેની આગળની યાત્રામાં તેની સાથે રહેશે. તેઓએ મેઘાના ચાહકોને એ પણ જાણ કરી હતી કે મેઘા ઠાકુરની અંતિમવિધિ તેના વતન બ્રામ્પટન, ઓન્ટારિયોમાં 29 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. જો કે, પોસ્ટમાં તેના મૃત્યુનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, મેઘા ઠાકુરને કેનેડામાં 21 વર્ષની વયે અવસાનના ચાર મહિના પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. જુલાઈ મહિનામાં તેણે પોસ્ટ કરી એક વીડિયોમાં કહ્યું હતું કે, "મને ખરેખર ખરાબ ચિંતા છે, જે તણાવમાં ફેરવાઈ ગઈ, જે હાર્ટ એટેકમાં ફેરવાઈ ગઈ."
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં મેઘા ઠાકુરનો થયો હતો જન્મ
મેઘા ઠાકુરનો જન્મ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો, ત્યારપછી તે માત્ર એક વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા કેનેડામાં સ્થળાંતર કરી ગયા હતા. તે ઓન્ટારિયોના બ્રામ્પટન, કેનેડામાં રહેતી હતી અને શરીરની સકારાત્મકતા અને આત્મવિશ્વાસને લગતું કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે જાણીતી સોશિયલ મીડિયા પ્રભાવક હતી. ટ્વિટર પર તેના લગભગ 93,000 ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 102,000 ફોલોઅર્સ હતા.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર