Home /News /entertainment /

19 વર્ષનાં TikTok સ્ટાર કૂપરનું મોત, મોલનાં પાર્કિંગમાંથી મળી લાશ

19 વર્ષનાં TikTok સ્ટાર કૂપરનું મોત, મોલનાં પાર્કિંગમાંથી મળી લાશ

ટીક ટોક સ્ટારની મળી લાશ

TikTok Star Cooper Found Dead: કૂપર સોશિયલ મીડિયા પ્લેટફર્મ ટીકટોકનો ફેમસ સેલિબ્રિટી હતો. તેનાં 17 લાખથી વધુ ફોલોઅર્સ હતાં. તેની ઉંમર માત્ર 19 વર્ષ હતી. તેના મોતનાં સમાચારથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. કૂપરે મોતનાં થોડા કલાકો પહેલાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમેરિકન ટિકટોક સ્ટાર કૂપર નોરિગિયાનું (Cooper Noriega)નું નિધન 9 જૂનના રોજ મોત થયું હતું. તે માત્ર 19 વર્ષનો હતો. તેની લાશ લોસ એન્જલસના મોલના પાર્કિંગમાંથી મળી હતી. લોસ એન્જલસ મેડિકલ એક્ઝામિનરે કૂપરના મોતની માહિતી આપી હતી. તેનું મોત કેવી રીતે થયું તે હજી સુધી જાણી શકાયું નથી. આ કેસમાં હાલમાં તપાસ ચાલુ છે. કૂપર સોશિયલ મીડિયા પ્લેટફર્મ ટીકટોકનો ફેમસ સેલિબ્રિટી હતો. તેનાં 17 લાખથી વધુ ફોલોઅર્સ હતાં. તેના મોતનાં સમાચારથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે.

    કૂપરે મોતનાં થોડા કલાકો પહેલાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'એવું કોણ વિચારે છે કે તે લોકો જવાનીમાં જ મરી જશે.' આ પોસ્ટના ગણતરીના કલાકો બાદ જ કૂપરનું મોત થયું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, કૂપરના શરીર પર કોઈ પણ જાતની ઇજાનાં કે તેની સાથે હાથાપાઇ થઇ હોય તેવાં નિશાન મળ્યાં નથી.

    ટિક ટોક સ્ટારના તેની પ્રોફાઇલ પર 1.77 મિલિયન ચાહકો હતા. કૂપર હંમેશા રમુજી વીડિયો, સ્કેટબોર્ડિંગ અને ફેશનનાં વીડિયો પોસ્ટ કરતો હતો. તેનાં ઇન્સ્ટાગ્રામ પર 4,27,000 ફોલોઅર્સ હતા અને તે પોતાને એક ફેશન મોડલ કહતો હતો.




    વધુમાં, કૂપરે TikTok સ્ટાર્સ Jxdn અને Nessa સાથે પણ કામ કર્યું છે. કૂપર ગત અઠવાડિયે ડેવ પોર્ટનોય, જોશ રિચાર્ડ્સ અને બ્રિ ચિકનફ્રાયના બાર્સ્ટૂલના BFFના શોમાં પણ આવ્યા હતા.

    આ પણ વાંચો- Justin Beiber Paralysed attack: જસ્ટિન બીબરને થઇ આ ભયાનક બીમારી, ચહેરા પર થયું પેરાલીસીસ, જુઓ Video

    મેન્ટલ હેલ્થ માટે એક ગ્રુપ બનાવ્યું હતું
    કૂપરે 6 જૂનના રોજ સોશિયલ મીડિયામાં એક ડિસ્કોર્ડ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપના માધ્યમથી તેણે મેન્ટલ હેલ્થ અંગે વાત કરી હતી. આ જ ગ્રુપના માધ્યમથી કૂપર મેન્ટલ હેલ્થ સાથેના પોતાના અનુભવો શૅર કર્યા હતા. આ ગ્રુપ બનાવીને તેણે કહ્યું હતું, 'જો તમે તમારા ઇમોશનમાંથી બહાર નીકળવા માગો છો તો આવો અને જોડાવો. હું તમને પ્રેમ કરું છું અને તેથી જ મેં આ ગ્રુપ બનાવ્યું છે. હું પણ મેન્ટલ હેલ્થ સામે ઝઝૂમી રહ્યો છે. તમને કમ્ફર્ટેબલ ફિલ કરાવવા માગું છું કે તમે એકલા નથી.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Cooper Noriega, Tik Tok Star

    આગામી સમાચાર