કેટરીના કૈફ અને સલમાન ખાને બિગ બોસના મંચ પર 'ટાઈગર ઝિંદા હૈ' ફિલ્મનું નવું ગીત 'દિલ દિયાં ગલ્લાં'ને રિલીઝ કરવામાં આવ્યું હતું. આ એક રોમાન્ટિક ગીત છે જે સલમાન અને કેટરીના પર બનાવાયું છે. આ ગીતમાં સલમાન ખાન અને કૈટરિના કૈફની કેમેસ્ટ્રી જોરદાર દેખાઈ રહી છે. આ ફિલ્મનું પ્રથમ સોંગ 'સ્વેગ સે સ્વાગત' થોડા દિવસ પહેલા રિલીઝ થયું હતું અને અત્યાર સુધી આ ગીત પાંચ કરોડવાર જોઈ લેવામાં આવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મનું શૂટિંગ ઓસ્ટ્રિયા, મોરક્કો, ગ્રીસ અને અબુ ધાબી જેવા સ્થળોએ થયું છે. ફિલ્મના ટ્રેલરને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. આના ટ્રેલરે 24 કલાકમાં 2.9 કરોડથી વધારે વ્યૂઝ મળ્યા હતાં. ફિલ્મ 22 ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે.
અલી અબ્બાસ જઝરના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ 2012માં આવેલ સલમાન-કેટરીનાની આ 'એક થા ટાઈગર'ની સિક્વલ છે. આ ફિલ્મનું ડાયરેક્શન કબીર ખાને કર્યું છે જ્યાં ટાઈગર ઝિંદા હૈના ડાયરેકશનની કમાન સલમાનની સુપરહિટ ફિલ્મ સુલ્તાનના ડાયરેક્ટર અલી અબ્બાસે સંભાળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર