Ganapath part 1 teaser : ટાઇગર (Tiger Shroff) અને કૃતિ (Kriti Sanon) એ લંડનમાં 'ગણપથ' (Ganapath: Part 1)ના પહેલા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કર્યું. મેકર્સ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે, આ એક એવી અનોખી થ્રિલર ફિલ્મ છે, જે ભારતીય સિનેમામાં અગાઉ ક્યારેય બતાવવામાં આવી નથી.
Ganapath part 1 teaser : ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને કૃતિ સેનન (Kriti Sanon)ના ફેન્સ 2022માં રિલીઝ થયેલી 'ગણપથઃ પાર્ટ 1' (Ganapath: Part 1) ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મ 'ગણપથ' આવતા વર્ષે ક્રિસમસના અવસર પર 23 ડિસેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ટાઈગર શ્રોફની એક્શનથી ભરપૂર 'ગણપથ'
ફિલ્મ મેકર્સ તેને બને તેટલું ભવ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસુ ભગનાની અને પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત થ્રીલર 'ગણપથ' (Film Ganapath) માં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન અગાઉ ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે. ટીઝરથી સ્પષ્ટ છે કે, તેમાં હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સ જોવા મળશે, જેના માટે આંતરરાષ્ટ્રીય સ્ટંટ ડિરેક્ટર્સની મદદ લેવામાં આવી છે.
45 સેકન્ડના ટીઝરમાં ટાઈગર તેની જાણીતી સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કલાકારો તેમની એક્શન મૂવ્સ બતાવતા જોવા મળે છે. ટીઝર પર નેટીઝન્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક તેને 'બાગી 4' કહી રહ્યા છે, જ્યારે કેટલાક ટાઇગરના એક્શન અને ડિલ-ડોલ પર ફિદા છે.
'ગણપથ'ના પહેલા શેડ્યૂલનું શૂટિંગ લંડનમાં પૂર્ણ થયું છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાઇગર અને કૃતિએ લંડનમાં 'ગણપથ'ના પહેલા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. બંનેએ એક મહિના પહેલા યુકેમાં તેમનું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મની ટીમ પોતાનો ઉત્સાહ છુપાવવામાં અસમર્થ છે. એવો દાવો કરવામાં આવે છે કે, આ એક એવી અનોખી થ્રિલર ફિલ્મ છે, જે ભારતીય સિનેમામાં અગાઉ ક્યારેય બતાવવામાં આવી નથી.
ટાઇગર શ્રોફ અને કૃતિ સેનને 2014માં ફિલ્મ 'હીરોપંતી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે પોતાની બીજી ફિલ્મથી પડદા પર પોતાનો જલવો બતાવવા માટે તૈયાર છે. 'ગણપથઃ પાર્ટ 1'માં એલી અવરામ પણ ખાસ રોલમાં છે. પિંકવિલાએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ફિલ્મ મેકર્સે ટાઈગરના પિતાના રોલ માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મમાં ટાઇગરે બોક્સરની ભૂમિકા ભજવી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર