ટાઇગર શ્રોફ (Tiger Shroff)નો આ નવો વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, તેની આસ પાસ કેટલાંક લોકો ભેગા થયા છે. પછી જોત જોતામાં તે પત્તાને હવામમાં લહેરાવે છે. અને તેની આ ટ્રિક જોઇ લોકો દંગ રહી જાય છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટાઇગર શ્રોફ (Tiger Shroff)એ ઓછા સમયમાં પોતાને બોલિવૂડમાં સ્થાપિત કરી લીધો છે. ડાન્સ અને ધમાકેદાર એક્શનને કારણે તે સૌનો પંસદીદા એક્ટર થઇ ગયો છે. ખાસ કરીને બાળકોમાં તેની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. ફિલ્મોની સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. અને તેની તસવીરો અને વીડિયો દ્વારા તે ફેન્સની સાથે કનેક્ટેડ રહે છે. ટાઇગર શ્રોફ (Tiger Shroff)એ હવે ફરી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે લોકોને જાદૂ કરીને બતાવે છે. ટાઇગર શ્રોફ (Tiger Shroff Video)નો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ટાઇગર શ્રોફ (Tiger Shroff)નો આ નવો વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, તેની આસ પાસ કેટલાંક લોકો ભેગા થયા છે. પછી જોત જોતામાં તે પત્તાને હવામમાં લહેરાવે છે. અને તેની આ ટ્રિક જોઇ લોકો દંગ રહી જાય છે. ટાઇગર શ્રોફનો આ વીડિયો તેની અપકમિંગ ફિલ્મનાં સેટનો લાગે છે. વીડિયોને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે. અને જોત જોતામાં તેનાં પર લાઇક્સ અને કમેન્ટ્સની ભરમાર થઇ ગઇ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટાઇગર શ્રોફ (Tiger Shroff)નાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ 'ગણપત'માં નજર આવે છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન નજર આવશે. આ ફિલ્મનું પ્રોડક્શન વશુ ભગાનાી, પૂજા એન્ટરટેઇનમેન્ટ અને ગૂડ કંપની મળીને કરી રહ્યાં છે. આ બંને સ્ટાર આ પહેલાં 'હીરોપંતી'માં નજર આવ્યાં હતાં. આ બંને સ્ટારની પહેલી ફિલ્મ હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર