Home /News /entertainment /ટાઈગર શ્રોફ ફરીથી પ્રેમમાં પડ્યો; આકાંક્ષા-ટાઈગર શું એકબીજાને ડેટ કરી રહ્યા છે?

ટાઈગર શ્રોફ ફરીથી પ્રેમમાં પડ્યો; આકાંક્ષા-ટાઈગર શું એકબીજાને ડેટ કરી રહ્યા છે?

દિશા પટની સાથેના બ્રેકઅપ બાદ આકાંક્ષા શર્માને ડેટ કરી રહ્યો છે ટાઈગર !

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ હાલમાં બંને અલગ થઈ ગયા છે. ઈટાઈમ્સના રિપોર્ટ્સ પ્રમાણે, હવે ટાઈગરનું નામ એક્ટ્રેસ આકાંક્ષા શર્મા સાથે જોડાયું છે.

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ હાલમાં બંને અલગ થઈ ગયા છે. ઈટાઈમ્સના રિપોર્ટ્સ પ્રમાણે, હવે ટાઈગરનું નામ એક્ટ્રેસ આકાંક્ષા શર્મા સાથે જોડાયું છે. ટાઈગર-આકાંત્રા ઘણા મ્યુઝિક વીડિયોમાં પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે.

2020માં કરિયરની શરૂઆત કરી હતી

આકાંક્ષાની વાત કરીએ તો તેણે મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે એક્ટ્રેસ બની હતી. તેણે 2020માં સાઉથ ફિલ્મ 'ત્રિવિક્રમ'થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. આકાંક્ષાએ વરુણ ધવન, મહેશ બાબુ જેવા હીરો સાથે ઘણી જાહેરાતોમાં કામ કર્યું છે.આકાંક્ષા તથા ટાઇગરે મ્યૂઝિક વીડિયો 'કાસાનોવા'માં કામ કર્યું હતુ. આ ઉપરાંત બંને 'આઇ એમ અ ડિસ્કો ડાન્સર 2.0'માં પણ કામ કર્યું હતું.

ટાઇગર શ્રોફે શું કહ્યું?

બોલિવૂડમાં ટાઇગર ને આકાંક્ષાના ડેટિંગની વાતો જોરશોરથી ચર્ચાઈ રહી છે. મીડિયા સાથેની એક વાતચીતમાં ટાઇગરને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે આ વાત સાચી નથી.

ટાઈગર શ્રોફનું વર્ક ફ્રન્ટ

ટાઈગરે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2014માં આવેલી ફિલ્મ 'હિરોપંતી'થી કરી હતી. આ ફિલ્મમાં તેની અપોઝિટ ક્રિતિ સેનન હતી. તેના પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી. ટાઈગરના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે 'ગણપત', 'બડે મિયાં છોટે મિયાં', 'રેમ્બો' અને 'બાગી-4' જેવી ફિલ્મોમાં જોવા મળશે. છેલ્લે તે 'હિરોપંતી 2' માં જોવા મળ્યો હતો.
First published:

Tags: Tiger Shroff