Home /News /entertainment /

ટાઇગર શ્રોફ અને મૌની રોયના નવા સોંગ ‘પૂરી ગલ બાત’નું ટીઝર આઉટ, દિશાએ આપ્યું રીએક્શન

ટાઇગર શ્રોફ અને મૌની રોયના નવા સોંગ ‘પૂરી ગલ બાત’નું ટીઝર આઉટ, દિશાએ આપ્યું રીએક્શન

ટાઈગર શ્રોફ અને મૌની રોય ગીત

ટાઇગર શ્રોફે (Tiger Shroff) તેના અપકમિંગ સોન્ગનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યુ છે. ટીઝરમાં જોઇ શકાય છે કે ટાઇગર સોન્ગના લીરિક્સ ગાઇ રહ્યો અને મોની રોય સાથે ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે

    અભિનેતા ટાઇગર શ્રોફે (Tiger Shroff) તેના નવા સોંગનું ટીઝર (New Song Teaser) સોશ્યલ મીડિયા પર શેર કરીને સૌને ચોંકાવી દીધા છે. આપને જણાવી દઇએ કે ટાઇગર શ્રોફ અને અભિનેત્રી મૌની રોય (Mauni Roy) પંજાબી સોંગ ‘પૂરી ગલ બાત’માં જલવો વિખેરતા જોવા મળશે.

    ટાઇગરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ ટીઝર

    બાઘી એક્ટર ટાઇગરે તેના અપકમિંગ સોન્ગનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યુ છે. ટીઝરમાં જોઇ શકાય છે કે ટાઇગર સોન્ગના લીરિક્સ ગાઇ રહ્યો અને મોની રોય સાથે ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે. આ ટીઝર સાથે જ બંનેની કેમેસ્ટ્રી ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

    આ રોમેન્ટિક વિડીયો શેર કરીને ટાઇગર શ્રોફે કેપ્શનમાં લખ્યું કે, ‘કમિંગ સૂન’

    ટાઇગરે જેવી પોસ્ટ કરી કે ફોટો-શેરિંગ પ્લેટફોર્મ પર તરત જ ટાઈગરના ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના તેના મિત્રોએ કોમેન્ટ સેક્શનમાં ધમાલ મચાવી દીધી હતી. એટલું જ નહીં ટાઈગરની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટનીએ પણ કમેન્ટ કરી કે, “આતુરતાથી રાહ છે.” અને ફાયર ઇમોજી પોસ્ટ કર્યા હતા. જ્યારે ટાઇગરની બહેન અને દિશાની બેસ્ટ ફ્રેન્ડ ક્રિષ્ના શ્રોફે કમેન્ટ કરી કે, વાહ, અમે તેના માટે લાંબા સમયથી રાહ જોઇ હતી. બીજી તરફ ટાઇગરના ફેન્સે પણ કમેન્ટ સેક્સનમાં ફાયર ઇમોજી સાથે ટીઝરને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો.

    2020 માં દર્શકોને અનબીલીવેબલની હીટ આપ્યા બાદ અભિનેતાએ ટ્વિટર પર કાસાનોવા નામના બીજા ટ્રેક સાથે ડેબ્યૂ કર્યું હતું. અનબીલીવેબલ યૂટ્યૂબ પર 22 મિલિયન વ્યૂઝ સાથે બિલબોર્ડ ચાર્ટમાં પહોંચી ગયું હતું, જ્યારે કસોનોવાના લોન્ચિંગ બાદ ઇન્ટરનેટ પર ધમાલ મચી ગઇ હતી. આ સુપરસ્ટાર એકમાત્ર છે જેને સિંગિંગમા આટલી સિદ્ધી મેળવી હોય.

    આ પણ વાંચોઅરુણા ઈરાનીએ લગ્નના 32 વર્ષ બાદ પતિ કુકુ કોહલીના જુઠ્ઠાણા પરથી ઉઠાવ્યો પડદો, મેહમૂદ વિશે કહી આ વાત

    જ્યારથી ટાઇગર મોટા પડદા પર આવ્યો છે, ત્યારથી તેના ચાહકોએ તેને ખૂબ સપોર્ટ આપ્યો છે. તેના વોશબોર્ડ એબ્સ, ડાન્સ અને સંગીતના ટોનથી લોકો ખૂબ પ્રભાવિત થયા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર શ્રોફ ત્રણ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે જેમાં હીરોપંતી 2, ગણપથ અને બડે મિયાં છોટે મિયાં 2 નો સમાવેશ થાય છે જેમાં અક્ષય કુમાર કો-સ્ટાર છે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Mouni Roy Photos, Tiger Shroff

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन