Home /News /entertainment /

શું ટાઇગર શ્રોફે કરી લીધી છે દિશા સાથે ચૂપચાપ સગાઇ?

શું ટાઇગર શ્રોફે કરી લીધી છે દિશા સાથે ચૂપચાપ સગાઇ?

વેલેન્ટાઇન ડેના દિવસે બન્નેએ જાહેરાત કરી હતી

વેલેન્ટાઇન ડેના દિવસે બન્નેએ જાહેરાત કરી હતી

    ટાઇગર શ્રોફ આવનાર દિવસમાં વીડિયો અને તસવીર સોશિયલ મીડિયા પર શરે કરે છે. કોઇ વીડિયોમાં ડાન્સ કરી રહ્યો હોય તો અન્ય વીડિયોમાં એક્સરસાઇઝ કરતો નજર આવે છે. પરંતુ આ વખતે ટાઇગરે આ તસવીર શેર કરી છે, જેને જોયા અને જાણ્યા બાદ તમે પણ વિચારવા મજબુર થઇ જશો.

    શું ટાઇગરે કરી લીધી સગાઈ ?

    થોડા દિવસોથી મીડિયા સામે સમાચાર આવી રહ્યા છે કે દિશા પટણી અને ટાઇગર શ્રોફ રિલેશનશિપમાં છે. અનેક વખત બંને એક સાથે જોવા મળ્યાં છે. ટાઇગરનો પરિવાર પણ દિશાને ખૂબ પસંદ કરે છે. બંનેએ ફિલ્મ 'બાગી 2' પણ કરી. દીપિકા અને રણવીરની પાર્ટીમાં પણ બન્ને એકસાથે નજર આવ્યા હતા અને હવે ટાઇગરે એક તસવીર શેર કરી છે જેમાં તે રિંગ પહેરાવતો નજર આવી રહ્યો છે. તે આ રિંગને ચુંબન કરે છે. આ તસવીર શેર કરીને ટાઇગરે કેપ્શનમાં લખ્યું કે, 'હું કમિટેડ છું'.



    ટાઇગર સાથે દિશાએ પણ તેના ટ્વીટર એકાઉન્ટ પર ખાસ અંદાજમાં કંઇક આવી તસવીર શેર કરી છે. તે પણ રિંગને ચુંબન કરતી નજર આવી રહી છે.



    આ તસવીરને શેર કરીને દિશાએ કેપ્શનમાં લખ્યું છે કે, "કોઈએ મને પ્રશ્ન પૂછ્યો અને મેં હા કહ્યું છે." હવે એવો અંદાજ લગાવો કે બન્નેએ સગાઇ કરી લીધી છે કે નહીં. કારણ કે આવી તસવીરો શેર કર્યા પછી કોઈ પણ આ કહેશે. આ તસવીરથી એ પણ અંદાજ લગાવી શકાય કે બન્ને જલ્દી લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Disha patani, Engaged, ENT, Ring, Tiger Shroff, Valentines day, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन