એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં જ દિશા પાટની (Disha Patani) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) માલદીવ્સ પહોચ્યા હતાં. જ્યાં બંનેએ ન્યૂ યર (New Year 2021) સેલિબ્રેટ કર્યું હતું, બંનેએ તેમનાં સોશિયલ મીડિયા (Social Media) પેજથી તેમની શાનદાર તસવીર શેર કરી છે. બંનેએ સાથે તેમની કોઇ જ ફોટો શેર કરી નથી. પણ બંનેની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ તસવીરોમાં બંને તેમનાં સોશિયલ મીડિયા પેજથી શેર કરી છે. ફોટોમાં જ્યાં ટાઇગર શ્રોફ રેડ શોર્ટ્સ નજર આવી રહ્યો છે. દિશા વ્હાઇટ બિકિનીમાં તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, આ પહેલી વખત નથી કે, ટાઇગર અને દિશા માલદીવ્સમાં વેકેશન મનાવવાં પહોચ્યા હતાં. આ પહેલાં પણ બંને સાથે ગયા હતાં પણ તેમણે કોઇ ફોટો શેર કર્યો ન હતો.
ટાઇગર શ્રોફે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે શર્ટલેસ અવતારમાં નજર આવ્યો હતો. આ ઇન્સ્ટા્ગારમ સ્ટોરીમાં ટાઇગર તેનાં વાળ અંગે વાત કરતો નજર આવતો હતો. તો તેણે તેની કેટલીંક તસવીરો શેર કરતાં તેનાં ફેન્સને ન્યૂયરનાં વધામણાં આપ્યાં હતાં. અને સામે દિશાએ પણ એવું જ કંઇક કર્યું ચે. તે વ્હાઇટ બિકિનીમાં તેનાં શાનદાર ફોટો શેર કરતો નજર આવી હતી. અને તેણે આમ જ ફેન્સને નવ વર્ષની શુભકામનાઓ આપી હતી.
Published by:Margi Pandya
First published:January 02, 2021, 10:11 am