Home /News /entertainment /શું દિશા પટની ટાઈગર શ્રોફની સાથે લગ્ન માટે ઉતાવળી હતી? બ્રેકઅપનું કારણ આવ્યું સામે

શું દિશા પટની ટાઈગર શ્રોફની સાથે લગ્ન માટે ઉતાવળી હતી? બ્રેકઅપનું કારણ આવ્યું સામે

શું દિશા એકતરફી પ્રેમ કરતી હતી ટાઈગરને

રિપોર્ટ્સના અનુસાર, ટાઈગર શ્રોફ અને દિશા પટની છ વર્ષ પછી અલગ થઈ ગયા છે. જો કે, બંનેએ ક્યારેય પણ પોતાના રિલેશનશિપ વિશે વાત નથી કરી. બંને હંમેશાં એક સાથે જોવા મળતા હતા, જેને જોઈ ફેન્સને લાગતું તે બંને રિલેશનશિપમાં છે. માલદિવમાં પણ બંને સાથે વેકેશન માટે ગયા હતા અને બંનેની વચ્ચે નિકટતા વધતી જતી હતી. પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, દિશા પટનીની તરફથી ટાઈગર શ્રોફ માટે એક તરફી પ્રેમ હતો.

વધુ જુઓ ...
રિપોર્ટ્સના અનુસાર, ટાઈગર શ્રોફ અને દિશા પટની છ વર્ષ પછી અલગ થઈ ગયા છે. જો કે, બંનેએ ક્યારેય પણ પોતાના રિલેશનશિપ વિશે વાત નથી કરી. બંને હંમેશાં એક સાથે જોવા મળતા હતા, જેને જોઈ ફેન્સને લાગતું તે બંને રિલેશનશિપમાં છે. માલદિવમાં પણ બંને સાથે વેકેશન માટે ગયા હતા અને બંનેની વચ્ચે નિકટતા વધતી જતી હતી. જોકે, બંનેએ એકબીજા સાથેના સંબંધો કેમ તોડ્યા તે વાત હવે સામે આવી છે.

સૂત્રોએ આપી જાણકારી

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું કે, બંને લાંબા સમયથી સારા મિત્રો હતા, પરંતુ ટાઈગર ઘણો ઓબસેસ્ડ છે. તે ફિટનેસ અને લાઈફને લઈ અલગ દૃષ્ટિકોણ રાખે છે. ટાઈગર, દિશાની સાથે રિલેશનશિપમાં શરૂઆતથી જ વાતને લઈને ક્લિયર હતો. દિશા પટની વિચારતી હતી કે સમયની સાથે વસ્તુ બદલાય જશે, પરંતુ આવું ન થયું. એક તરફી પ્રેમ હંમેશાં જ લોકો માટે ઈમોશનલ બ્રેકડાઉનની જેમ હોય છે. બંનેની વચ્ચે આ સમયે થોડો ટેન્શનનો માહોલ છે. એકને લાગે છે કે બીજું ઘણું કન્ટ્રોલિંગ છે. બંનેની વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં બંનેએ પોતાના રસ્તા અલગ કરવાનું યોગ્ય લાગ્યું. બંને માટે આ જ સારો વિકલ્પ છે.

બંને લિવ ઇનમાં રહેતા હતા

દિશા-ટાઇગરના કોમન મિત્રે દાવો કર્યો હતો કે રિલેશનશિપમાં આવ્યા બાદ બંને લગભગ સાથે જ રહેતા હતા. ટાઇગર છેલ્લાં ઘણાં વર્ષોથી પેરેન્ટ્સ જેકી શ્રોફ તથા આયેશા શ્રોફથી અલગ રહે છે. આથી જ દિશા મોટાભાગે ટાઇગરના ઘરે જ રહેતી હતી.

મને અટેન્શન ક્યારેય ન મળ્યું

હું ઘણા સમયથી ટાઈગરને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છું, પરંતુ લાગે છે તે મારામાં રસ નથી. હું ઈચ્છતી હતી કે અમે વધુ નિકટ આવીએ પરંતુ એક તરફી પ્રેમ છે. મેં તેને ઈમ્પ્રેસ કરવાના બધા પ્રયત્નો કર્યા- જિમનેસ્ટિક, ફિટનેસ અને બીજું ઘણું બધું પણ કોઈ ફાયદો ન થયો. રિપોર્ટ્સના અનુસાર, બ્રેકઅપના સમાચારની વચ્ચે પણ દિશા અને ટાઈગરે એકબીજાને તેમની ફિલ્મો માટે શુભેચ્છા પાઠવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને હજી પણ મિત્રો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશાએ ટાઇગર સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી હતી અને લગ્ન અંગે કહ્યું હતું. જોકે, ટાઇગરે ચોખ્ખી ના પાડી દીધી હતી. દિશાએ ઘણીવાર લગ્ન અંગે વાત કરી હતી. જોકે, દર વખતે ટાઇગરનો એક જ જવાબ રહેતો, 'ના, અત્યારે નહીં.' દિશા લગ્ન માટે ઉતાવળી હતી, પરંતુ ટાઇગર લગ્નના બંધનમાં બંધાવા માગતો નહોતો.

બ્રેકઅપ બાદ જેકી શ્રોફે શું કહ્યું?

જેકીએ દીકરાના બ્રેકઅપ અંગે વાત કરતાં કહ્યું હતું, 'ટાઇગર તથા દિશા હંમેશાંથી મિત્રો રહ્યા હતા અને આજે પણ મિત્રો છે. મેં તેમને અવાર-નવાર સાથે બહાર જતાં જોયા છે. એવું નથી કે હું મારા દીકરાની લવ લાઇફ પર નજર રાખું છું. મને લાગે છે કે તેઓ સારા મિત્રો છે. તેઓ કામ ઉપરાંત પણ એકબીજા સાથે સમય પસાર કરતાં હોય છે. હવે તે તેમની પર નિર્ભર છે કે તેઓ આજીવન સાથે રહેવા માગે છે કે નહીં. જેમ મારી ને મારી પત્ની આયેશાની અલગ લવ સ્ટોરી છે. તેવી જ રીતે દિશા-ટાઇગરની પણ અલગ છે. દિશા સાથે અમારા સારા સંબંધો છે. બંને એક સાથે ઘણાં જ ખુશ હોય છે.'
First published:

Tags: Breakup, Disha patani, Tiger Shroff

विज्ञापन