Home /News /entertainment /Tiger 3 Teaser : ટાઈગર 3 સલમાન ખાન અને કૈટરિના કૈફ સ્ટારર ટાઈગર 3ની રિલીઝ ડેટ આવી સામે, જુઓ Teaser
Tiger 3 Teaser : ટાઈગર 3 સલમાન ખાન અને કૈટરિના કૈફ સ્ટારર ટાઈગર 3ની રિલીઝ ડેટ આવી સામે, જુઓ Teaser
સલમાન ખાન કેટરીના કૈફ ટાઈગર 3
Tiger 3 Teaser : સલમાન ખાન (Salman Khan) અને કેટરિના કૈફ (Katrina Kaif) ટાઇગર 3 (Tiger 3) ના શૂટિંગને પૂરુ કરવામાં વ્યસ્ત છે, ત્યારે ટાઈગર 3 ફિલ્મનું ટીઝર અને રિલીઝ ડેટ (Tiger 3 Release Date) જાહેર કરવામાં આવી છે.
Tiger 3 Release Date : લાંબા સમય રાહ જોયા બાદ સલમાન ખાન (Salman Khan) અને કેટરિના કૈફ (Katrina Kaif)ની મોસ્ટ એન્ટિસિપેટેડ ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) ની રિલીઝ ડેટ આખરે જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ઈદના અવસરે 21મી એપ્રિલ, 2023એ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ટીઝર શેર કર્યું અને લખ્યું હતું, “હમ સબ અપના અપના ખયાલ રખે.. 2023ની ઈદ પર ટાઈગર 3… લેટ્સ ઓલ બી ધેર.. હિન્દી, તમિલ અને તેલુગુમાં થશે રીલિઝ. 21મી એપ્રિલ 2023ના રોજ ફક્ત તમારી નજીકના બિગ સ્ક્રીન પર #YRF50 સાથે #સેલિબ્રેટ Tiger3. @KatrinaKaif | #ManeeshSharma | @yrf | # Tiger3."
સલમાન ખાન અને કેટરિના કૈફ ટાઇગર 3ના શૂટિંગને પૂરુ કરવામાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા ફિલ્મના સેટ પરથી એક્ટર્સની એક તસ્વીર શેર કરવામાં આવી હતી. આ ફોટોમાં હાઈ ઓક્ટેન સ્ટન્ટ કર્યા પછીના દ્રશ્યો જોઈ શકાય છે.
એક્શન અને ફાઇટ સિક્વન્સના શૂટ પછી સ્વરૂપે એક્ટર્સ જખમ સાથે લોહી લુહાણ નજરે પડી રહ્યાં હતા. આ જ ફિલ્મના સેટ પરથી એક અલગ વિડિયોમાં પઠાણી સૂટમાં ડ્રેસ્ડ એક્ટર કુમુદ મિશ્રા પણ કેમેરામાં કેદ થયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે દબંગ એક્ટર બાલ્કનીમાં જઈને રસ્તા પરથી તેમના ફેન્સને અભિવાદન કરતો જોવા મળે છે.
ટાઇગર 3 અગાઉ રીલિઝ થયેલ ફિલ્મ 'એક થા ટાઇગર' અને 'ટાઇગર ઝિંદા હૈ'ની સિક્વલ છે. જણાવી દઈએ કે ફ્રેન્ચાઇઝીની શરૂઆતની બે ફિલ્મો બ્લોકબસ્ટર હિટ રહી હતી. બન્ને ફિલ્મોમાં સલમાન ભારતીય જાસૂસ અવિનાશ સિંહ ‘ટાઈગર’ રાઠોડની ભૂમિકા ભજવે છે, જે પાકિસ્તાની જાસૂસ ઝોયા હુમૈમી (કેટરિના) ના પ્રેમમાં પડી જાય છે.
રિપોર્ટ મુજબ ટાઈગર 3 માં શાહરૂખ ખાન પણ એક કેમિયો રોલ કરતા જોવા મળશે, જ્યારે સલમાન પઠાણમાં ટાઈગર તરીકે કેમિયો કરતો જોવા મળશે, જે કિંગ ખાનનો આગામી પ્રોજેક્ટ છે. બન્ને ફિલ્મો એક સરખા યૂનિવર્સ શેર કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર