Home /News /entertainment /Tiger 3: 225 કરોડની ફિલ્મને હિટ કરાવવા માટે મેકર્સની માઇન્ડ ગેમ, સલમાનની ધાંસૂ એક્શન સાથે હશે આ મોટી સરપ્રાઇઝ

Tiger 3: 225 કરોડની ફિલ્મને હિટ કરાવવા માટે મેકર્સની માઇન્ડ ગેમ, સલમાનની ધાંસૂ એક્શન સાથે હશે આ મોટી સરપ્રાઇઝ

મેકર્સ ટાઈગર 3ને હિટ બનાવવા માટે જબરદસ્ત માઇન્ડ ગેમ રમવાના મૂડમાં છે.

Tiger 3: સલમાન ખાન-શાહરુખ ખાનની ફિલ્મ ટાઈગર 3 જબરદસ્ત ચર્ચામાં છે. તાજેતરમાં રિપોર્ટ આવ્યા હતા કે ટાઇગર 3ને હિટ બનાવવા માટે મેકર્સે જબરદસ્ત માઇન્ડ ગેમ રમી છે. એટલું જ નહીં ફિલ્મમાં એક શાનદાર સરપ્રાઈઝ પણ જોવા મળશે. નીચે વાંચો વિગતો...

વધુ જુઓ ...
તે સૌકોઇ જાણે છે કે શાહરૂખ ખાનની (Shahrukh Khan)પઠાણમાં સલમાન ખાને કેમિયો કર્યો હતો અને તેનો સીન સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ થયો હતો. દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન-શાહરુખના આ જ સીનને ટાઇગર 3માં પણ રિપીટ કરવામાં આવશે.

જણાવી દઈએ કે ફિલ્મનું બજેટ 225 કરોડ છે. આટલું જ નહીં, ફિલ્મ ટાઈગર 3 સાથે જોડાયેલી ઘણી વધુ માહિતી સામે આવી છે, જેને સાંભળ્યા બાદ અંદાજ લગાવી શકાય છે કે મેકર્સ ટાઈગર 3ને હિટ બનાવવા માટે જબરદસ્ત માઇન્ડ ગેમ રમવાના મૂડમાં છે.

આ પણ વાંચો:  બ્લેક બ્રાલેટ ટોપમાં દિશા પટનીનો સેક્સી અવતાર, 'હંટર ગર્લ' બનીને ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ જવાનના શૂટિંગમાં બિઝી છે. જોકે તેણે સલમાન ખાન સાથે ટાઈગર 3ની સિક્વન્સ માટે 7 દિવસનો સમય આપ્યો છે. ટાઈગર 3 ની નજીકના સોર્સે માહિતી આપી છે કે પઠાણના સીનનું પુનરાવર્તન ટાઈગર 3 માં પણ થઈ શકે છે. જો કે પઠાણની સફળતા બાદ ટાઈગર 3માં તે સીન થોડો ફેરફાર કરીને રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ટાઈગર 3 માટે પહેલાથી જ ઘણા શાનદાર સીન અને ડાયલોગ લખવામાં આવ્યા હતા, પરંતુ પઠાણની સફળતા પછી બધું જ બદલાઈ ગયું છે. હવે આ ફિલ્મમાં ફેન્સને કંઇક વધુ જ એક્સાઇટમેન્ટ જોવા મળશે.

આ પણ વાંચો:  આંખોના એક ઇશારાથી રાતોરાત બની સ્ટાર, હવે કરાવ્યું એવું HOT ફોટોશૂટ કે ફેન્સના વધી ગયા ધબકારા

આટલું જ નહીં, જો રિપોર્ટ્સનું માનીએ તો ટાઈગર 3ને ગ્રાન્ડ લેવલ પર રજૂ કરવા માટે, મેકર્સ ફેન્સને એક શાનદાર સરપ્રાઈઝ પણ આપવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં સલમાન-શાહરુખનો સ્ક્રીન ટાઈમ વધારવામાં આવ્યો છે.



ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રનું કહેવું છે કે ટાઈગર 3માં શાહરૂખ-સલમાને પઠાણમાં શેર કરેલી સ્ક્રીન કરતાં વધુ સ્ક્રીન સ્પેસ હશે. આ સાથે તેમાં કેટલાક વધુ મજેદાર સીન્સ પણ ઉમેરવામાં આવ્યા છે. અન્ય એક રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ટાઈગર 3 નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ મેકર્સ પઠાણના રિએક્શન્સની રાહ જોઈ રહ્યા હતા, જેથી તે પછી જ સલમાન-શાહરુખ સાથે ક્લાઈમેક્સ શૂટ થઈ શકે. હવે બંને ખાન એપ્રિલમાં ક્લાઈમેક્સ શૂટ કરશે.
First published:

Tags: Actor salman khan, Katrina kaif, Shahrukh Khan, Tiger

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો